Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

ટોચની ૧૦ કંપની પૈકીની ૯ કંપનીની મૂડીમાં વધારો થયો

આરઆઈએલ માર્કેટ મૂડીની દ્રષ્ટિએ પ્રથમ : એકમાત્ર ટીસીએસની માર્કેટ મૂડીમાં થયેલો જંગી ઘટાડો

મુંબઈ, તા. ૧૯ : છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન શેરબજારમાં તેજીના માહોલ વચ્ચે ૧૦ કંપનીઓ પૈકીની નવ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીયરીતે વધારો થયો હતો. એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રામાં જોરદાર દેખાવ રહ્યો છે. છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન બીએસઈ સેંસેક્સમાં ૪૬૮ પોઇન્ટનો ઉછાળો નોંધાતા તેની સપાટી ૩૭૯૩૧ નોંધાઈ હતી. બ્રોડર માર્કેટમાં હકારાત્મક માહોલ વચ્ચે ટોચની ૧૦ કંપનીઓ પૈકીની નવ કંપનીઓની માર્કેટ મૂડી વધી ગઈ હતી. એકમાત્ર ટીસીએસની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો હતો. એચડીએફસી બેંકની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઉછાળો નોંધાયો હતો તેની માર્કેટ મૂડી આ ગાળા દરમિયાન ૧૭૬૮૫ કરોડ રૂપિયા વધી હતી જેથી તેની માર્કેટ મૂડી વધીને ૬૪૩૫૬૦.૦૫ કરોડ થઇ ગઇ હતી. કોટક મહિન્દ્રા બેંકની માર્કેટ મૂડી આ ગાળા દરમિયાન વધીને ૨૭૮૮૨૩.૬૨ કરોડ થઇ હતી. હિન્દુસ્તાન યુનિલીવર, એસબીઆઈની માર્કેટ મૂડીમાં ક્રમશઃ ૧૦૫૩૧.૨૯ કરોડ અને ૯૭૨૭.૮૨ કરોડ રૂપિયાનો વધારો થયો હતો.

આવી જ રીતે આરઆઈએલની માર્કેટ મૂડીમાં ૯૬૩૫.૧૫ કરોડનો વધારો થતાં તેની માર્કેટ મૂડી વધીને ૮૦૨૩૧૬.૧૧ કરોડ સુધી પહોંચી ગઈ હતી. આની સાથે જ માર્કેટ મૂડીની દ્રષ્ટિએ તે ફરી  એકવાર પ્રથમ ક્રમાંક ઉપર છે. આઈટીસીની માર્કેટ મૂડી આ ગાળા દરમિયાન ૪૫૩૫.૭ કરોડ વધીને ૩૬૯૪૭૫.૧૬ કરોડ થઇ હતી. આઈસીઆઈસીઆઈ બેંક અને ઇન્પોસીસની માર્કેટ મૂડીમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો હતો. ટીસીએસની માર્કેટ મૂડી ઘટી હતી. આની સાથે જ માર્કેટ મૂડીની દ્રષ્ટિએ આ કંપની ફરી એકવાર બીજા ક્રમાંકે પહોંચી છે. તેની માર્કેટ મૂડી ૧૪૭૦૯.૪ કરોડ ઘટીને ૭૮૬૬૩૧.૧૭ કરોડ થઇ ગઇ છે. છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની આરઆઈએલની માર્કેટ મૂડી સૌતી વધુ રહી છે. ટીસીએસ બીજા અને એચડીએફસી બેંક ત્રીજા ક્રમાંકે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ સોમવારના દિવસે જ માર્કેટ મૂડીની દ્રષ્ટિએ સૌથી વધુ વેલ્યુડ કંપનીનો દરજ્જો હાંસલ કરી લીધો હતો. ટીસીએસને પાછળ છોડવામાં સફળતા હાંસલ કરી હતી.

માર્કેટ મૂડીમાં વધારે.....

મુંબઈ,તા. ૧૯ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ૯ કંપનીઓની મૂડીમાં વધારો થયો છે. આરઆઈએલની માર્કેટ મૂડીમાં ફરી એકવાર પ્રથમ ક્રમાંકે છે.

કોની માર્કેટ મૂડી કેટલી વધી તે નીચે મુજબ છે.

કંપની

માર્કેટ મૂડીમાં વધારો

કુલ માર્કેટ મૂડી

એચડીએફસી બેંક

૧૭૬૮૫.૫૪

૬૪૩૫૬૦.૦૫

કોટક મહિન્દ્રા

૧૨૫૩૧.૫૧

૨૭૮૮૨૩.૬૨

એચડીએફસી

૧૦૭૭૬.૨

૩૪૩૨૧૧.૫૮

એચયુએલ

૧૦૫૩૧.૨૯

૩૭૫૭૩૮.૫૭

એસબીઆઈ

૯૭૨૭.૮૨

૨૮૪૬૫૦.૪૮

આરઆઈએલ

૯૬૩૫.૧૫

૮૦૨૩૧૬.૧૧

આઈટીસી

૪૫૩૫.૭

૩૬૯૪૭૫.૧૬

આઈસીઆઈસીઆઈ

૩૫૭૦.૬૬

૨૫૧૬૮૨.૯૧

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

 

 

માર્કેટ મૂડીમાં ઘટાડો.....

મુંબઈ, તા. ૧૯ : છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન શેરબજારમાં તેજીના માહોલ વચ્ચે ૧૦ કંપનીઓ પૈકીની નવ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીયરીતે વધારો થયો હતો. એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રામાં જોરદાર દેખાવ રહ્યો છે. છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન બીએસઈ સેંસેક્સમાં ૪૬૮ પોઇન્ટનો ઉછાળો નોંધાતા તેની સપાટી ૩૭૯૩૧ નોંધાઈ હતી. કોની કેટલી માર્કેટ મૂડી ઘટી તે નીચે મુજબ છે.

કંપની

માર્કેટ મૂડીમાં ઘટાડો

કુલ માર્કેટ મૂડી

 

ટીસીએસ

૧૪૭૦૯.૪

૭૮૬૬૩૧.૧૭


નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

(8:09 pm IST)