Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

સાતમા તબક્કામાં પણ પ.બંગાળમાં મતદાન દરમિયાન હિંસા, ગાડીઓમાં આગ લગાવાઇ

નવી દિલ્‍હી :  બંગાળમાં એક વાર ફરી ચૂંટણીઓ દરમિયાન હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. અગાઉના તબક્કા્ની જેમ આજે સાતમાં તબક્કાના મતદાનમાં પણ બંગાળમાં હિંસા થઈ. પશ્ચિમ બંગાળના બૈરકપુરમાં ગઈ કાલે જબરદસ્ત હિંસા થઈ. બૈરકપુરના ભાટપડામાં ગઈ રાત્રે BJP અને TMC કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઇ હતી. અથડામણ દરમિયાન બે ગાડીઓમાં આગ લાગી અને બોમ્બ ફેંક્યાં હોવાના અહેવાલ પણ મળી રહ્યાં છે.

આ પહેલી વાર નથી જ્યારે TMC અને BJPના કાર્યકરો વચ્ચે બંગાળમાં હિંસાના સમાચાર આવ્યાં હોય. આ લોકસભાની ચૂંટણીમાં છેલ્લા છ તબક્કામાં બંગાળ સતત હિંસાનું કેન્દ્ર બન્યું છે.

પ્રથમ તબક્કામાં કૂચબિહારમાં હિંસા, બીજા તબક્કામાં રાણીગંજ, ત્રીજા તબક્કામાં મુર્શીદાબાદ, ચોથા તબક્કામાં આસનસોલ, પાંચમાં તબક્કામાં હુગલી, છઠ્ઠા તબક્કામાં ઘાટાલ અને સાતમાં તબક્કામાં બૈરકપુરમાં હિંસા થઇ છે. BJP અને TMCના નેતાઓથી માંડીને કાર્યકર્તાઓ સુધી સંઘર્ષ જોવા મળ્યો છે. અંતિમ તબક્કામાં જાદવપુર બેઠક પરથી BJPના ઉમેદવારના કાફલા પર પત્થરમારો થયો હતો. BJPના ઉમેદવાર અનુપમ હાઝરાએ TMC કાર્યકર્તાઓને હુમલા માટે જવાબદાર ઠેરવ્યાં હતા.

(4:10 pm IST)