Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

જમ્‍મુ કાશ્‍મીરના સોપોરમાં એન્‍કાઉન્‍ટરમાં આતંકી ઠાર: એક દિવસમાં આ આતંકીનો સફાયો થયો : આતંકી પાસેથી દારૂ ગોળો પણ મળતા કબ્‍જે લેવાયો : સોપોરમાં ઇન્‍ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે : છેલ્‍લે માર્યા ગયેલા આતંકીની હજુ ઓળખ થઇ નથી : સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલુ જ છે

નવી દિલ્‍હી :  પુલવામા ઉપરાંત સોપોરમાં પણ એનકાઉન્ટર થયુ અને અહીં એક આતંકીને મારવામાં આવ્યો. નોર્થ કાશ્મીરના સોપોરના હટલાંગુ વિસ્તારમાં એનકાઉન્ટર થયુ છે. જમ્મુ કાશ્મીર પોલિસ તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર અથડામણમાં આતંકી ઠાર મરાયો છે અને સાથે ભારે માત્રામાં દારૂગોળો પણ મળી આવ્યો છે. હજુ સુધી માર્યા ગયેલા આતંકીની ઓળખ થઈ શકી નથી. સેનાની 22 રાષ્ટ્રીય રાઈફલ્સ, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલિસની સ્પેશન ઑપરેશન ગ્રુપ (એસઓજી)ની જોઈન્ટ ટીમે સોપોરના હટલાંગુ ગામમાં એક સર્ચ ઑપરેશન લૉન્ચ કર્યુ હતુ.

સુરક્ષાબળોને અહીં આતંકીઓ છૂપાયા હોવાની માહિતી મળી હતી. સુરક્ષાબળોને જે ઈન્ટેસીજન્સ આપવામાં આવી હતી તેમાં કહેવામાં આવ્યુ હતુ કે આતંકી એક ઘરમાં છૂપાયેલા છે. સોપોરમાં હાલમાં ઈન્ટરનેટ બંધ છે. એનકાઉન્ટર પૂરુ થઈ ચૂક્યુ છે પરંતુ સર્ચ ઑપરેશન ચાલુ છે. સોપોર પહેલા દક્ષિણ કાશ્મીરના પુલવામાના પંજગામ સેક્ટરમાં પણ એક એનકાઉન્ટર થયુ. આ એનકાઉન્ટરમાં હિજબુલ મુજાહિદ્દીનના આતંકી શૌકત ડાર સાથે તેના બે સાથીઓને પણ ઠાર મારવામાં આવ્યા છે.

પંજગામમાં થયેલા એનકાઉન્ટરમાં જે વધુ બે આતંકી માર્યા ગયા છે તેમના નામ ઈરફાન વાર અને મુજફ્ફર શેખ હતા. બાકી બે આતંકી ઈરફાન સોપોરના વાડુરા પાયેન અને મુજફ્ફર પુલવામાના તહાબનો રહેવાસી હતો. શૌકત, પંજગામનો જ રહેવાસી હતો. બાકી બે આતંકી ઈરફાન સોપોરના વાડુરા પાયેન અને મુજફ્ફર પુલવામાના તહાબનો રહેવાસી હતો. ગુરુવારે પણ પુલવામામાં એક એનકાઉન્ટર થયુ હતુ. એ એનકાઉન્ટરમાં ત્રણ આતંકી માર્યા ગયા હતા જે જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા હતા.

(12:44 pm IST)