Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

ચૂંટણી આચારસંહિતાના ભંગ બદલ ચૂંટણી પંચે ભાજપના સન્ની દેઓલને નોટિસ જારી કરી

પ્રચાર પડઘમ શાંત થઇ ગયા બાદ શુક્રવારે રાત્રે પઠાણકોટમાં સન્ની દેઓલ દ્વારા યોજવામાં આવેલ જાહેર સભાની ચૂંટણી પંચના અધિકારીઓએ ગંભીર નોંધ લીધી

નવી દિલ્હી : ચૂંટણીપંચે આદર્શ ચૂંટણી આચાર સંહિતાના ભંગ બદલ  ભાજપના ઉમેદવાર સની દેઓલને નોટીસ જારી કરી છે. પ્રાર પડઘમ શાંત થઇ ગયા બાદ શુક્રવારે રાત્રે  પઠાણકોટમાં સની દેઓલ દ્વારા યોજવામા આવેલી એક જાહેર સભાની  ચૂંટણી પંચના અધિકારીઓએ ગંભીરી નોંધ લીધી છે. અધિકારીઓને જાણવા મળ્યું છે કે જાહેર સભામાં લાઉડ સ્પીકરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સભામા આશરે ર૦૦ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

સની દેઓલએ આદર્શ ચૂંટણી આચાર સંહિતાનો ભંગ કર્યો છે. મતદાન પ્રક્રિયાના ૪૮ કલાક પહેલા ચૂંટણી પ્રચાર સામે સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામા આવે છે. પંજાબની ૧૩ લોકસભા સીટ પર રવિવારે મતદાન થશે. કોંગ્રેસના સુનિલ જાખડ સામે ભાજપ દ્વારા સન્ની દેઓલને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

(12:35 pm IST)