Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

સાતમા અને અંતિમ તબક્કાનું 59 બેઠકો માટે ધીંગું મતદાન : બપોરે 3 વાગ્યા સુધીમાં મધ્યપ્રદેશમાં 47 ટકા અને પંજાબમાં 52 ટકા મતદાન : અનેક દિગજ્જ નેતાઓના ભાવિ મતપેટીમાં કેદ

વડાપ્રધાન મોદી, કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હા, અનુપ્રિયા પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડૉ. મહેન્દ્રનાથ પાંડેય, પૂર્વ મંત્રી આરપીએન સિંહ અને ભોજપુરી ફિલ્મ અભિનેતા રવિ કિશન, ભાજપના વિદ્રોહી ઉમેદવાર શત્રુધ્ન સિન્હા સહિત અનેક દિગ્ગજોના રાજકીય ભવિષ્યનો આજે મત પેટીમાં કેદ

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. આ અંતિમ તબક્કામાં 59 બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે. જેમાં ઉત્તર પ્રદેશની 13, પશ્ચિમ બંગાળની 9, પંજાબની 13, બિહારની 8, ઝારખંડની 3, હિમાચલ પ્રદેશની 4 અને મધ્યપ્રદેશની 8 તો ચંદીગઢની 1 સીટ પર મતદાન ચાલી રહ્યું છે.

બપોરે 3 વાગ્યા સુધીમાં મધ્યપ્રદેશમાં 47 ટકા અને પંજાબમાં 52 ટકા જેટલું ધીંગું મતદાન નોંધાયું છે આજના મતદાનમાં વિવિધ રાજકીય પક્ષોના અનેક દિગજ્જ નેતાઓના ભાવિ મતપેટીમાં કેદ થયા છે
આજે વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદીની વારાણસી બેઠકનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત પંજાબમાં અકાળી દળના નેતા સુખબિરસિંહ બાદલ, પંજાબ કોંગ્રેસના પ્રમુખ સુનિલ જાખર, આમ આદમી પાર્ટીના પંજાબ યુનિટના ચીફ ભગવંત માન, બોલિવૂડ અભિનેતા સન્ની દેઓલ પણ ગુર્દાસપુરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમના ઉપરાંત શત્રુઘ્ન સિન્હા, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, અનુરાગ ઠાકુર, ભોજપુર અભિનેતા રવિકિશન, સુખબીર બાદલ, હરસિમરત કૌર, શિબૂ સોરને, પવનકુમાર બંસલ જેવાં ઉમેદવારો પર પણ બધાની નજર ટકેલી છે.

(4:26 pm IST)