Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

લે બોલ હવે રેલવેભવનમાં અધિકારીઓને ''રેલ નીર 'નહિ મળે

જો પાણી પીવું હોય તો ઓફિસમાં લગાવેલ આરઓ પ્લાન્ટમાંથી પીવે અથવા ઘરેથી બોટલમાં લાવે

 

નવી દિલ્હી:રેલવે બોર્ડે રેલવે ભવનની ઓફિસમાં બોટલમાં પેક પાણી "રેલ નીર" ની સપ્લાય પર પ્રતિબંધ લાગવ્યાના અહેવાલ છે અધિકારીઓને સ્પષ્ટ જણાવવામાં આવ્યુ છે કે જો પાણી પીવુ હોય તો ઓફિસમાં લગાવવમાં આવેલ આરઓ પ્લાન્ટમાંથી પાણી પીવે અથવા ઘરેથી બોટલમાં પાણી લાવે.

   16 મેના જાહેર કરેલા એક સર્ક્યુલરમાં બોર્ડે જણાવ્યુ છે કે અધિકારીઓ અને કર્મચારીઓની માગણીના આધારે રેલ ભવન પરિસરમાં જાન્યુઆરીમાં ત્રણ આરઓ પ્લાન્ટ લગાવવમાં આવ્યા છે. હવે તે જગ્યાએ રેલ નીરની સપ્લાય નહી થાય. તેમાં તે પણ જણાવવામાં આવ્યુ છે કે આરઓના પાણીની તપાસ પણ કરવમાં આવી છે અને તેની ગુણવતા રેલ નીર જેવી છે. રેલ નીર એક IRCTCની પ્રોડક્ટ છે.

   સર્ક્યુલરમાં કહેવમાં આવ્યુ છે કે નિર્ણય સક્ષમ અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે કે તાત્કાલિક અસરથી રેલવે ભવનમાં બોટલ બંધ પાણીની સપ્લાય બંધ કરી દેવામાં આવે. તેમજ સાથે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બેઠકો અને સંમેલનો દરમિયાન રેલવે નીર જગ્યાએ ઉપલબ્ધ હશે.

(10:57 pm IST)