Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

પ્લેબોયની પૂર્વ મોડલ-લેખિકા સ્ટેફનીનો સાત વર્ષના પુત્ર સાથે હોટલના 25માં માળેથી કૂદીને આપઘાત

મેનહટ્ટનની એક હોટલમાંથી પડતું મુકતા બન્ને નીચે બીજા માળની બાલ્કનીમાં પટકાયા હતા

ન્યુયોર્ક :પ્લેબોય મેગેઝિનની પૂર્વ મોડલ અને લેખિકા સ્ટેફનીએ પોતાના સાત વર્ષના પુત્ર સાથે હોટલના 25માં માળેથી કૂદીને આપઘાત કરી લીધો છે પોલીસના જણાવ્યા પ્રમાણે સ્ટેફની એડમ્સે મેનહટ્ટનની એક હોટલ પરથી કૂદીને આપઘાત કરી લીધો હતો.


   પોલીસના જણાવ્યા મુજબ 46 વર્ષીય મોડલ સ્ટેફનીએ પોતાના સાત વર્ષના પુત્ર વિન્સેટ સાથે આપઘાતના એક દિવસ પહેલા સાંજે હોટલમાં ચેકઇન કર્યું હતું. તેણે હોટલના 25માં માળ પર આવેલું પેન્ટહાઉસ બૂક કરાવ્યું હતું. બંનેએ સવારે આઠ વાગ્યાની આસપાસ 25માં માળેથી પડતું મૂક્યું હતું. બંને ત્યાંથી નીચે બીજા માળ પર આવેલી બાલકનીમાં પટકાયા હતા.

   પોલીસે હજી સુધી કોઈ એવા તારણ પર નથી પહોંચી કે આ હત્યા, આત્મહત્યા કે પછી આપઘાતનો કેસ છે. હોટલ મેનેજમેન્ટે પણ આ અંગે હજી સુધી કોઈ ખુલાસો કર્યો નથી.

   સ્ટેફનીને તેના પતિ સાથે છેલ્લા ઘણા સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો.આ જ સંદર્ભે તેણે પોતાના ઘરે અનેક વખત પોલીસ બોલાવવી પડી હતી તેણે પોતાના પતિથી છૂટાછેડા લીધા હતા. સ્ટેફનીના વકીલ રહેલા રૈલ ફેલ્ડરે જણાવ્યું હતું કે તેણી અનેક સમસ્યાનો સમનો કરી રહી હતી,પરંતુ તે ડિપ્રેશનમાં બિલકુલ ન હતી.

 

(1:56 pm IST)