Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

રશિયાની ન્યુમેટલે એસ્સાર સ્ટીલ માટે રૂપિયા ૩૭ હજાર કરોડની ઓફર કરી

નવી દિલ્હી : રશિયાની વીટીબી કેપીટલ સ્થિત ન્યુમેટલ લિમીટેડે આજ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ એનસીએલએટીને જણનવ્યું હતુ કે તેણ ે બિડિંગના બીજા રાઉન્ડમાં એસ્સાર સ્ટીલ માટે રૂપિયા ૩૭,૦૦૦ કરોડની ઓફર કરી છે, જે ખુલવો જોઇએ અને તેમાંથી હાઇએસ્ટ બિડરને પસંદ કરવા જોઇએ. આર્સેલરમિતલ, એક માત્ર બિડરે ફેબ્રુઆરીમાં યોજાયેલા પ્રથમ રાઉન્ડમાં એસ્સાર સ્ટીલ માટે બિડ ભરી હતી. જો કે બિડસનો બીજો રાઉન્ડ શરૂ થવાનો વિરોધ થઇ રહ્યો છે અને તે ઇચ્છે છે  કે માત્રપ્રથમ રાઉન્ડની બિડસને જ વિચારણામાં લેવી જોઇએે.

નેશનલ  કંપની લો એપેેલેટ ટ્રિબ્યુનલ (એનસીએલએટી) માં થયેલી રાઉન્ડ પીટીશનની સુનાવણી ખાતે, સિનિયર વકીલ મુકુલ રોહતગી જે ન્યુમેટલ માટે હાજર  રહ્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે બીજો રાઉન્ડ યોજવાથી ધિરાણ બેંકોને મહતમ મૂલ્ય મેળવવામાં રાહત મળશે, એસ્સાર સ્ટીલ તેની ધીરાણ બેંકોને રૂપિયા ૪૯,૦૦૦ કરોડની લોનની ચુકવણી કરવામાં નિષ્ફળ રહ્યા બાદ તેની હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી

(11:41 am IST)