Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

આચારસંહિતા ભંગ બદલ 1083 કેસ નોંધાયા, 5.66 કરોડનો દારૂ જપ્ત

-- પોલીસે રૂ. 8,69,950ની કિંમતનો 15.5 કિલો અન્ય નશીલા પદાર્થો પણ જપ્ત કર્યા

નવી દિલ્હી ; લોકસભા ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા લાગુ થયા બાદ દક્ષિણ કન્નડ જિલ્લામાં કુલ 1083 કેસ નોંધાયા છે. આ સિવાય 5.66 કરોડ રૂપિયાનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ અને વહીવટીતંત્રે રૂ. 5,65,91,543ની કિંમતનો 1,42,520 લીટર દારૂ જપ્ત કર્યો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન પોલીસે રૂ. 8,69,950ની કિંમતનો 15.5 કિલો અન્ય નશીલા પદાર્થો પણ જપ્ત કર્યા છે

 

(11:40 pm IST)