Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

કેટલાક લોકો ભાજપના એજન્ટ અને બી-ટીમ તરીકે કરે છે કામ ; RJD નેતા તેજસ્વી યાદવએ આકરા પ્રહાર કર્યા

પૂર્ણિયામાં ઈન્ડિયા એલાયન્સના ઉમેદવાર બીમા ભારતીના સમર્થનમાં સભાને સંબોધતા તેજસ્વી યાદવે પપ્પુ યાદવ પર ઉગ્ર પ્રહારો કર્યા

બિહારમાં વિપક્ષના નેતા અને આરજેડીના નેતા તેજસ્વી યાદવે પૂર્ણિયામાં સભામાં પપ્પુ યાદવ પર પ્રહારો કર્યા હતા. આરજેડી ઉમેદવાર બીમા ભારતીના સમર્થનમાં જાનકી નગરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે તેજસ્વી યાદવે નામ લીધા વિના પપ્પુ યાદવ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કેટલાક લોકો ભાજપના એજન્ટ અને બી-ટીમ તરીકે કામ કરી રહ્યા છે અને મારા પિતાનું અપમાન કરવા માટે દિવસ-રાત કામ કરે છે, જ્યારે અમે બધાએ ક્યારેય તેમનું અપમાન કર્યું નથી.
તેણે કહ્યું કે તેની પાસે એવો વીડિયો છે જે જો બતાવવામાં આવે તો લોકો શરમમાં મુકાઈ જશે. તેમણે કહ્યું કે આજે બિહારની ચાર લોકસભા સીટ પર ચૂંટણી થઈ રહી છે, જ્યાં આરજેડીના ઉમેદવારો જીતી રહ્યા છે અને ભાજપની હવા તંગ થઈ ગઈ છે.

(10:48 pm IST)