Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

નિફટી નેક્‍સ્‍ટ ૫૦ ઇન્‍ડેક્‍સ પર ડેરિવેટિવ્‍ઝ લોન્‍ચ

રાજકોટ, તા. ૧૯ : ટ્રેડ થયેલા કોન્‍ટ્રાક્‍ટના આધારે વર્ષ ૨૦૨૩માં વિશ્વના નંબર ૧ ડેરિવેટિવ્‍ઝ એક્‍સચેન્‍જ, નેશનલ સ્‍ટોક એક્‍સચેન્‍જ (NSE)ને સિકયોરિટીઝ એન્‍ડ એક્‍સચેન્‍જ બોર્ડ ઓફ ઈન્‍ડિયા (SEBI) તરફથી નિફ્‌ટી નેક્‍સ્‍ટ ૫૦ ઈન્‍ડેક્‍સ (ફત્‍જ્‍વ્‍ળ્‍ફહ્‍વ્‍૫૦) પર ડેરિવેટિવ્‍ઝ માટે મંજૂરી મળી ગઈ છે, જેના આધારે ૨૪ એપ્રિલ થી આ કોન્‍ટ્રાક્‍ટ લોન્‍ચ કરવામાં આવશે. એક્‍સચેન્‍જ ૩સીરિયલ માસિક ઈન્‍ડેક્‍સ ફયુચર્સ અને ઈન્‍ડેક્‍સ ઓપ્‍શન્‍સ કોન્‍ટ્રાક્‍ટ સાયકલ ઓફર કરશે. રોકડમાં સેટલ થનારા ડેરિવેટિવ્‍ઝ કોન્‍ટ્રાક્‍ટ એક્‍સપાયરી મહિનાના છેલ્લા શુક્રવારે સમાપ્ત થશે. નિફટી નેક્‍સ્‍ટ ૫૦ ઇન્‍ડેક્‍સ, નિફટી ૫૦ની કંપનીઓને બાદ કરતાં નિફટી ૧૦૦ની ૫૦ કંપનીઓનું પ્રતિનિધિત્‍વ કરે છે. માર્ચ ૨૦૨૪ સુધીમાં, ઇન્‍ડેક્‍સમાં નાણાકીય સેવા ક્ષેત્રનું પ્રતિનિધિત્‍વ સૌથી વધુ ૨૩.૭૬્રુ, ત્‍યારબાદ  ૧૧.૯૧્રુ સાથે કેપિટલ ગુડ્‍સ સેક્‍ટર અને ૧૧.૫૭્રુ પ્રતિનિધિત્‍વ સાથે કન્‍ઝ્‍યુમર સર્વિસીઝ હતું. આ ઇન્‍ડેક્‍સ ૧ જાન્‍યુઆરી , ૧૯૯૭ ના રોજ રજૂ કરવામાં આવ્‍યો હતો, જેના બેઝ ડેટ અને બેઝ વેલ્‍યુ અનુક્રમે ૩ નવેમ્‍બર  ૧૯૯૬ અને ૧૦૦૦ હતા. વિતેલા વર્ષોમાં, ઇન્‍ડેક્‍સની પદ્ધતિમાં સુધારો થતો રહ્યો છે. ૪ મે, ૨૦૦૯થી ઈન્‍ડેક્‍સ કોમ્‍પ્‍યુટેશન પદ્ધતિને ફ્રી ફલોટ માર્કેટ કેપિટલાઈઝેશન વેઈટેડ મેથડમાં પરિવર્તિત કરવામાં આવી હતી. ત્‍યારબાદ, ઘટક શેરો માટે વેઈટ કેપિંગની રજૂઆત કરવામાં આવી હતી, જેના પર ડેરિવેટિવ્‍સ ઉપલબ્‍ધ ન હતા. ૨૦૨૩માં તેને સુધારીને ૧૦્રુ પર મર્યાદિત નોન-F&O શેરોમાં પરિવર્તિત કરવામાં આવ્‍યું હતું,જ્‍યારે ઈન્‍ડેક્‍સમાં નોન-F&O સ્‍ટોક વ્‍યક્‍તિગત રીતે ત્રિમાસિક રિબેલેન્‍સ તારીખો પર ૪.૫ ટકા પર મર્યાદિત છે. તેમ યાદીમાં જણાવાયું છે.

(3:30 pm IST)