Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

મુલાયમે જાહેરાત કરી કે મારી આ છેલ્લી ચૂંટણી : માયાવતીનો અહેસાન નહિં ભૂલુ

ઉત્તરપ્રદેશના મેનપુરી ખાતે જાહેરસભામાં એક મંચ ઉપર બસપાના માયાવતી અને સપાના સ્થાપક મુલાયમસિંહ યાદવ ૨૫ વર્ષમાં પ્રથમ વખતે સાથે જોવા મળ્યા. મુલાયમે કહ્યું કે માયાવતીજીનો અહેસાન કયારેય નહિં ભૂલુ : માયાવતીજી અમારા માટે મત નાખવા આવ્યા છે : અમને ખૂબ ખુશી છે : તેમણે લોકોને અપીલ કરેલ કે પહેલા કરતા પણ વધુ મતે અમને જીતાડજો : મુલાયમે મોટી જાહેરાત કરતા કહેલ કે આ મારી છેલ્લી ચૂંટણીમાં મને ભારે બહુમતીથી જીતાડજો : આજ સુધીની જીતમાં આ સૌથી મોટો વિજય બની રહેવો જોઈએ : અખિલેશ યાદવે પણ કહ્યું કે, માયાવતીજીનું હંમેશ સન્માન કરીશું : મુલાયમે સપાના દરેક કાર્યકરને શીખામણ આપતા કહ્યું કે માયાવતીનું ખૂબ સન્માન કરવુ જ પડશે.

(4:19 pm IST)