Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

વિદેશમંત્રીના નિવેદન પર પાકે કહ્યું આખરે સાચુ સામે આવી ગયુ

સુષ્મા સ્વરાજે કહેલ કે ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલ આક્રમણમાં કોઈ પણ પાકિસ્તાની નાગરીક કે સૈન્યનું મોત થયુ નથી

નવી દિલ્હી : ભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના બાલાકોટ પર આપવામાં આવેલ નિવેદનના થોડા જ સમય પછી પાકિસ્તાને પ્રતિક્રિયા આપી અને કહ્યું કે આખરે સત્ય સામે આવી જ ગયું. સુષ્મા સ્વરાજએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં પુલવામા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલ આક્રમણમાં કોઈ પણ પાકિસ્તાની સૈનિક કે નાગરિકોનું મોત થયું નથી.

ભારતીય વિદેશમંત્રીના આ નિવેદન અંગે પાકિસ્તાનની તાત્કાલિક પ્રતિક્રિયા સામે આવી.નિવેદન પર ટ્વીટ કરતા સેનાના પ્રવકતા આસિફ ગફુરે કહ્યું કે અંતે સત્ય સામે આવી જ ગયું. આશા છે કે સર્જીકલ સ્ટ્રાઈક ૨૦૧૬, પાકિસ્તાનના બે વિમાનોને તોડી પાડવા અને એફ -૧૬ ના વિષે પણ આ જ હશે.

પક્ષની મહિલા કાર્યકરોને સંબોધતા વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે પુલવામા હુમલા બાદ સૈન્યને ઓપરેશન માટે 'ફ્રી હૈંડ' આપવામાં આવ્યું હતું પરંતુ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે આ હુમલામાં કોઈ પણ પાકિસ્તાની નાગરિકો અથવા સૈનિકને ઈજા થવી જોઈએ નહીં.

ભાજપના વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, સૈન્યને કહેવામાં આવ્યું હતું કે માત્ર જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી શિબિરોને લક્ષ્યાંક બનાવો જેને પુલવામા હુમલાની જવાબદારી લીધી હતી.

સ્વરાજએ કહ્યું કે આત્મ રક્ષામાં હવાઈ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, પુલવામા હુમલા પછી જયારે અમે સરહદની પાર હવાઈ હુમલો કર્યો ત્યારે, અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને કહ્યું કે અમે ફકત આત્મ રક્ષામાં આ પગલું ભર્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે સ્વરાજએ કહ્યું કે બાલાકોટ એર સ્ટ્રાઈકને લઈને સંપૂર્ણ આંતરરાષ્ટ્રીય સમુદાય ભારત સાથે ઉભું હતું. મુંબઇ એર સ્ટ્રાઈક પર, તેમણે કહ્યું કે કોંગ્રેસની આગેવાનીવાળી સરકાર પાકિસ્તાનને અલગ પાડવા માટે અન્ય દેશોને એક સાથે લાવવામાં નિષ્ફળ ગઈ.

(3:56 pm IST)