Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

૩૫૭માંથી ૨૨૧ બેઠકો દાવ ઉપરઃ ભાજપ માટે હવે અગ્નિપરીક્ષા

બે તબકકાની ૧૮૬ બેઠકોની ચૂંટણી પૂરીઃ હવે ૩૫૭ બેઠકો પર ચૂંટણી બાકીઃ જેમાંથી ભાજપે જીતેલી ૨૨૧ બેઠક દાવ પર : આ બેઠકો જાળવી રાખવા પડકારઃ જીતેલી ૨૮૦માંથી ૬૧ની ચૂંટણી પૂરીઃ હવે જયાં ચૂંટણી છે ત્યાં ભાજપે વિપક્ષોનો સફાયો કર્યો'તો

નવીદિલ્હી, તા.૧૯: મોદી લહેર પર સવાર બીજેપી ૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં જમ્મુ કાશ્મીરની લદ્દાખથી માંડીને દક્ષિણની કન્યાકુમારી સીટ પર કમળ ખીલવવામાં સફળ રહી હતી. બીજેપીને રેર્કોડ ૨૮૨ સીટો મળી આ વખતે ૫૪૩ લોકસભા સીટોમાં ચાર ચરણોની ૧૮૬ સીટો પર મતદાન બાદ હવે ૩૫૭ સીટો પર ચુંટણી થવાની છે. બાકીના જે પાંચ ચરણોમાં ચુંટણી થાય છે. તેમાંથી બીજેપીની જીતેલી ૨૨૧ સીટો દાંવ પર છે. એવામાં બીજેપીની સામે આ સીટોને યથાવત્ રાખવાનો મોટો પકડાર છે.

ઉલ્લેખનીય છે કે લોકસભા ચુંટણી ૨૦૧૯માટે હજુ સુધી બે ચરણોની મતદાન થઇ ચુકી છે તેમાં પહેલા ચરણની ૯૧ અને બીજા ચરણની ૯૫ સીટો સામેલ હતી. રસપ્રદ વાત એ છે કે પ્રથમ ચરણમાં બીજેપીની પાસે ૩૨ અને બીજા ચરણમાં ૨૭ સીટો હતી. આવી જ રીતે બીજેપીની જીતેલી ૨૮૨ સીટો માંથી ૬૧ પર ચુંટણી થઇ ચુકયા છે અને બાકી ભચેલા ૨૨૧ સીટો પર પાંચ ચરણોમાં મત નાખવામા આવશે હવે જે રાજયોમાં ચુંટણી થવાની છે. જયા બીજેપી એ સપૂર્ણ રીતે વિપક્ષનો સફાયો કરી દીધો હતો.

ત્રીજા ચરણમાં વડાપ્રધાન નરેન્દ્રમોદી અને બીજેપી અધ્યક્ષ અમિતશાહના ગૃહ રાજય ગુજરાતની ૨૬ સીટો પર મતદાન થવાનું છે ૨૦૧૪માં બીજેપી ત્યાંથી દરેક સીટો પર જીવવામાં સફળ રહી હતી. એવામાં આ વખતની ચુંટણી પક્ષની સામે આ સીટોને બચાવી રાખવાનો પડકાર છે. આ ઉપરાંત કર્ણાટકની ૨૮ સીટ માંથી ૧૪ સીટો પર મતદાન થઇ ચુક્યું છે. બાકી બચેલી ૧૪ સીટો પર ૨૩ એપ્રિલ મતદાન કરવામા આવશે. ૨૦૧૪માં બીજેપી ૧૭ સીટો જીવવામાં સફળ રહી હતી. આ પ્રકારે ત્રીજુ ચરણ બીજેપી માટે ખુબજ મહત્વનું છે ૧૪ માંથી ૧૧ સીટો બીજેપી પાસે હતી.

મધ્યપ્રદેશની ૨૯ સીટો પર અંતિમ ભાર ચરણોમાં ચુંટણી થવાની છે ગઇ ચુંટણીમાં બીજેપી ૨૭ સીટો જીતવામાં સફળ રહી હતી હાલમાં થયેલી વિધાનસભા ચુંટણીમાં બીજેપીને મત આપીને કોંગ્રેસ સતામાં વાપસી કરી છે ઉતરપ્રદેશ, રાજસ્થાન, બિહાર અને હરિયાણામાં પણ બીજેપીની પરીક્ષા છે.

(3:47 pm IST)