Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

ભારતમાં દવાઓની કિંમત ઉત્પાદન ખર્ચ કરતાં ઘણી વધારેઃ WHO

દવાઓની વધુ કિંમતોને કારણે કેન્સર, હેપેટાઇટીસ-સી અને દુર્લભ બિમારીઓથી પીડિત લોકો સુધી દવાઓ પહોંચતી નથી

લંડન તા.૧૯: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને અનેક આવશ્યક દવાઓની કિંમત ઉત્પાદન ખર્ચ કરતાં ઘણી વધારે હોવાને લઇને ચિંતા વ્યકત કરી હતી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કહેવા પ્રમાણે 'ભારતમાં સૌથી ઓછી કિંમત ધરાવતી ૪૦ ટકા જરૂરી દવાઓ અંદાજિત ઉત્પાદનખર્ચ કરતાં ઘણા અંશે વધારે છે. આ દવા કંપનીઓ દ્વારા કરવામાં આવતી વધુ પડતી નફાખોરીને ઉજાગર કરે છે. આ સિવાય આવશ્યક દવાઓની કિંમતોને ઓછી કરવાની સંભાવનાઓ પણ વ્યકત કરવામાં આવે છે. 'દવાઓની વધુ કિંમતોને કારણે કેન્સર, હેપેટાઇટીસ-સી અને દુર્લભ બિમારીઓથી પીડિત લોકો સુધી દવાઓ પહોંચતી નથી.'

આ સિવાય એચઆઇવી, મલેરિયા જેવા રોગોની પેટન્ટ દવાઓ જે લાંબા સમયથી બજારમાં ઉપલબ્ધ છે એની કિંમતો પણ ઉત્પાદનખર્ચ કરતાં ઘણી વધારે છે. દવાઓની વધુ કિંમતો લોકોને ગરીબીમાં ધકેલે છે. ભારતમાં ૭૫ ટકાથી વધુ આરોગ્ય ખર્ચ ખિસ્સામાંથી આપવામાં આવે છે જેનો મુખ્ય ભાગ દવાઓ પર ખર્ચવામાં આવે છે.

(10:31 am IST)