Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

દુબઇમાં મહંત સ્વામીનું ભવ્ય સ્વાગતઃ યુએઇએ આપ્યો 'સ્ટેટ ગેસ્ટ'નો દરજજોઃ કાલે મંદિર નિર્માણનો શિલાન્યાસ

BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિત વડા મહંત સ્વામી મહારાજ યુનાઇટેડ અરબ એમિરેટ્સની ધર્મયાત્રાનો ગુરુવારે પ્રારંભ થયો હતો. દુબઇ પહોંચેલા મહંત સ્વામીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તથા રાજવી પરિવારના વરિષ્ઠ સભ્ય અને યુએઇના મંત્રી શેખ નહયાન મુબારક અલ નહયાને દુબઇના અલ મકતુમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મહંત સ્વામીનું સ્વાગત કર્યું હતું. પુજય મહંત સ્વામી મહારાજની યુએઇ ખાતેની આ પ્રથમ ધર્મયાત્રા છે, પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પ મુજબ યુએઇમાં અબુધાબી ખાતે રચાઇ રહેલા બીએપીએસ હિન્દુ મંદિરના શિલાન્યાસ વિધિ આગામી ૨૦ એપ્રિલના રોજ થશે. આ દરમિયાન મોટી સંખ્યામાં ભકતો ઉપસ્થિત રહેશે.મહંત સ્વામી સંયુકત એમિરાતની ૧૧ દિવસની યાત્રા પર ગયા છે. આ દરમિયાન UAE માં મહંત સ્વામીને સ્ટેટ ગેસ્ટ તરીકે બહુમાન આપવામાં આવ્યું છે. થોડા સમય પહેલા જ ખ્રિસ્તી ધર્મના વડા પોપ ફ્રાન્સીસને યુએઇની સરકાર દ્વારા આ સન્માન આપવામાં આવ્યું હતું.પુજય મહંત સ્વામીનું દુબઇના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આગમન થયું ત્યારે ભારતીય પારંપરિક વેશભૂષામાં સજ્જ બાળકોએ પુષ્પવર્ષા કરી અભિવાદન કર્યું હતું. UAEમાં સ્વામીનારાયણ ભગવાનનું ભવ્ય નિર્માણ થઇ રહ્યું છે. વડાપ્રધાન મોદીએ UAEના  પ્રવાસ દરમિયાન આ મંદિરની જાહેરાત કરી હતી.

(12:16 pm IST)