Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં 95 બેઠકો પર અંદાજે 61.12 ટકા મતદાન

લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં દેશભરમાં 11 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 95 બેઠકો પર મતદાન સમાપ્ત થઈ ગયું છે.

ચૂંટણીપંચ અનુસાર બીજા ચરણમાં 5.40 વાગ્યા સુધીમાં સરેરાશ 61.12 ટકા મતદાન થયું છે.

ચૂંટણીપંચ મુજબ આસામમાં 73.32 ટકા, બિહારમાં 58.14 ટકા, છત્તીસગઢમાં 68.70 ટકા, જમ્મુ-કાશ્મીરમાં 43.37 ટકા, કર્ણાટકમાં 61.80 ટકા, મહારાષ્ટ્રમાં 55.37 ટકા, મણિપુરમાં 74.69 ટકા, ઓડિશામાં 57.41, પુડુચેરીમાં 72.40 ટકા, તામિલનાડુમાં 61.52 ટકા, ઉત્તર પ્રદેશમાં 58.12 ટકા અને પ. બંગાળમા 75.27 ટકા મતદાન થયું.

18 એપ્રિલના રોજ કુલ 97 બેઠકો પર મતદાન થવાનું હતું પરંતુ બે બેઠકો પર ચૂંટણી રદ થતાં હવે 95 બેઠકો પર મતદાન થયું હતું.

ઓડિશામાં ઈવીએમ અને વીવીપેટમાં ગડબડને કારણે ચાર મતદાન કેન્દ્રો પર ફરીથી ચૂંટણી યોજવાનો આદેશ ચૂંટણીપંચે કર્યો છે.

(12:00 am IST)