Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

લંડનમાં બકીંગહામ પેલેસમાં ક્વિન એલિઝાબેથ દ્વિતીય સાથે નરેન્‍દ્રભાઇ મોદીની મુલાકાતઃ બંને દેશોના હિત અંગે ચર્ચા-વિચારણા

લંડનઃ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી લંડનના પ્રવાસે છે. તેઓએ ક્વિન એલિઝાબેથ દ્વિતીય સાથે મુલાકાત કરી હતી.

બકિંગહામ પેલેસમાં મોદીએ ક્વીન એલિઝાબેથ સાથે મુલાકાત કરી, જેમાં બંને દેશોના હિતો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જ્યારે પ્રિન્સ ચાર્લ્સ ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લંડનમાં યોજાનારી કોમનવેલ્થની બેઠકમાં ઉપસ્થિત રહેવા માટે ક્વીન એલિઝાબેથ તરફથી વ્યક્તિગત આમંત્રણ પાઠવ્યું હતું. વડાપ્રધાન મોદીએ આ આમંત્રણનો સ્વીકાર કર્યો હતો. જે અંતર્ગત તેમણે ક્વીન એલિઝાબેથ સાથે મુલાકાત કરી હતી.

(6:16 pm IST)