Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

રેલવેના ભાડામાં વધારોઃ ધનિકોને લાભ, ગરીબોને ડામઃ શું ફેરફાર થશે?

નવી દિલ્હી તા. ૧૯ : ભારતીય રેલવે તંત્ર દ્વારા ભાડામાં ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એક તરફ ધનિક યાત્રિકોને રાહત આપવામાં આવી છે. તો બીજી તરફ તેનો બોજ સામાન્ય જનતા ઉ૫ર નાખી દેવામાં આવ્યો છે. મળતી વિગતો અનુસાર કરાયેલા ફેરફાર મુજબ ૫૦ ટકાઙ્ગસીટો પર સામાન્ય ભાડું વસૂલવામાં આવશે, જયારે બાકીની ૫૦ ટકા બર્થ ઉપર ૧૦-૧૦ ટકા ભાડું સરકાર વધારશે. બેઙ્ગદિવસ પહેલાં ટિકિટ બુકઙ્ગથશે તો તેનોઙ્ગઅલગથી ચાર્જ આપવોઙ્ગપડશે, ૫છી ભલે ટ્રેનમાં સીટો ખાલી રહે !ઙ્ગજો કે અત્રે નોંધનીય છે, ૨૦૧૪માં મોદી સરકાર સત્તામાં આવી ત્યારે જે રીતે યાત્રી સહિતના અન્ય ભાડામાં વધારો થયો છે, એ જોતાં આઝાદી પછીઙ્ગસૌથી વધુ ભાડા વધારનારી આ મોદી સરકાર જ છે.ભારતીય રેલવેમાં ધનિક મુસાફરોને માટે ટ્રેનનાં ભાડાંમાં કેન્દ્ર સરકારે રાહત આપી દીધી છે. ટૂંક સમયમાં ભારતીય રેલવે તંત્ર ભાડાના દર ઘટાડશે,ઙ્ગજેમાં રાજધાની-શતાબ્દી અને દૂરંતો જેવી સુપરફાસ્ટ મોંઘી ટ્રેનોનાં ભાડાંમાં સરકાર ઘટાડો કરશે, તેમ રેલવેનાં નજદીકી સૂત્રોએ જણાવ્યું છે. આ સુપરફાસ્ટ ટ્રેનોમાં મોટા ભાગે પૈસાદાર અને માલદાર વર્ગના મુસાફરો અથવા આકસ્મિક પરિસ્થિતિમાં કયારેક સામાન્ય વર્ગના મુસાફરો પ્રવાસ કરતા હોય છે.

તાજેતરમાં રેલવે તરફથી મળતા ભોજન અને પ્લેટફોર્મ પર મળતી ફૂડ,ઙ્ગકોલ્ડ્રીંકસ અને અન્ય પીણા જેવી ચીજો ઉપર જીએસટીના દરો સમાન કરી દેતાં ટિકિટના ભાવો ઘટ્યાઙ્ગછે. નાણા મંત્રાલયે આદેશ આપ્યો હતો, કે ટ્રેન અને પ્લેટફોર્મ પર મળતાં ફૂડ અને ડ્રિંકસ વગેરે પર જીએસટીના સમાન દરો લાગુઙ્ગકરવામાં આવે તેની સીધી અસર દેખાઈઙ્ગઆવી છે.રેલવેના જણાવ્યા અનુસાર સમાન ટેકસઙ્ગઆવતાં રાજધાની, શતાબ્દી અને દૂરંતોમાં ફર્સ્ટ એ.સી. અને ચેયરકારમાં બ્રેકફાસ્ટ ૯૦ રૂપિયામાં અને સેકન્ડ તેમજ થર્ડ એ.સી. કારમાં ૭૦ રૂપિયામાં મળશે, જયારે દૂરંતોના સ્લીપરમાં ૪૦ રૂપિયામાં બ્રેકફાસ્ટ મળશે.(૨૧.૨૮)

(4:00 pm IST)