Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

સોનીયાજી બીમારઃ રાહુલે સાંભળી જનતાની પુકાર

 લખનૌઃ માતા  સોનીયા ગાંધીના સંસદીય મતવિસ્તાર રાયબરેલી ખાતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જનતા દરબારમાં હાજર રહી મતદારો- લોકોની સમસ્યા સાંભળી તેનું નિરાકરણ કર્યું હતુ સોનીયાજી ખરાબ તબીયતના કારણે હાજર રહી શકયા ન હતા. તેમના બદલે પુત્ર રાહુલે લોકોને સાંભળ્યા હતા. જનતા દરબારમાં બાળકોના એડમીશનથી લઇને પતિના ઇલાજ માટેની રજુઆતો કરી હતી.

 જનતા દરબારમાં રાહુલે કોઇને નિરાશ કર્યા ન હતા. જે લોકો આવ્યા તેમની બધા સાથે મુલાકાત કરી હતી. મલીક મઉથી આવેલ દિવ્યાંગ અમીન શેખે જણાવ્યું કે તેમણે રાહુલ પાસે ટ્રાઇસીકલની માંગ કરી હતી જે અપાવવા માટે રાહુલ ગાંધીએ તે અપાવવા વચન આપ્યું હતુ આ સીવાય સીવીલ લાઇન્સ નિવાસી રાજેશ ગુપ્તા પોતાના પુત્ર દેવેશને લઇને જનતા દરબારમાં એડમીશન ફી  ઓછી કરાવવા રાહુલને મળ્યા હતા. આ ઉપરાંત ગદું પાણી, ખરાબ સ્વાસ્થ્ય સહિતની સમસ્યાઓ લઇને લોકો રાહુલને મળ્યા હતા. અહિ સોનીયા ગાંધીની ગેરહાજરીમાં રાહુલે લોકોની સમસ્યા સાંભળી અને તેનુ નિરાકરણ કર્યું હતું. 

 કેટલાક કોંગ્રેસીઓ થયા નારાજ

 પોતાને જગતપુર બ્લોક રાયબરેલી કોંગ્રેસના સચીવ કહેનાર રાકેશ બહાદુર રાહુલથી નારાજ જોવા મળ્યા હતા. તેમણે કહયું કે તેઓ સવારથી જે સમયે રાહુલ ગાંધીને મળવા બોલાવાયેલ તે સમયે અમે ૨૦ કિલોમીટર દુરથી તડકામાં આવ્યા પણ એસપીજી કહે છે કે અમે મોડા આવ્યા અમને કોંગ્રેસ અધ્યક્ષને મળવા દેવાયા ન હતા. આવી પાર્ટીમાં રહેવાથી શું ફાયદો ? અમે કોંગ્રેસમાંથી રાજીનામુ આપીશું. બીજી તરફ ધારાસભ્ય અદિતિ સિંહની ગાડીને અંદર ન જવા દેવાતા તેમના સમર્થકો પણ નારાજ થયા હતા

 અટેવાના પ્રદર્શનને સમર્થન

 અટેવાના સંગઠનના લોકો સાથે રાહુલે મુલાકાત કરી સંગઠન દ્વારા માંગણીઓને લઇને ૩૦ એપ્રિલે દિલ્હીમાં યોજાનાર મોટી રેલીને સમર્થન આપ્યું હતુ. સંગઠનના પદાધીકારીઓએ જણાવેલ કે રાહુલ ગાંધી સાથેની મુલાકાત ફળદાયી નિવડી છે. અમારા જુના પેન્શનને મંજુરી માટેની અમારી લડતમાં રાહુલ અમારો સાથ આપવાના છે.

 રાહુલના પ્રશંસકો પણ ઉમટયા

 લખનઉથી આવેલ રાહુલ અવસ્થીએ પોતાની છાતી ઉપર રાજીવ અને રાહુલ ગાંધીનું ટેટુ બનાવડાવ્યું છે. તેમણે જણાવેલ કે જે રીતે હનુમાનજીના દિલમાં પ્રભુ રામ વસે છે તેવી જ રીતે મારી ઇચ્છા છે આવા કેટલાક અન્ય યુવાઓ પણ ઠેર-ઠેરથી રાહુુલને અહિ મળવા પહોંચ્યા હતા. પણ સુરક્ષા કારણોસર તેઓ રાહુલ ગાંધીને મળી શકયા ન હતા. (૪૦.૭)

(3:59 pm IST)