Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

જસ્ટિસ લોયા કેસઃ સુપ્રીમે SIT તપાસની અરજી ફગાવી

અરજીકર્તા રાજકીય હિત સાધવા અને વિવાદ માટે આ અરજી કરી હોય તેમ લાગે છે, તે અંગેનો કોઇ ઠોસ આધાર નથીઃ જજને બદનામ કરવાના પ્રયાસઃ ન્યાયપાલિકાને બદનામ કરવાનું ષડયંત્ર છે

નવી દિલ્હી તા. ૧૯ : સીબીઆઇના વિશેષ જ્જ લોયાના સંદિગ્ધ મૃત્યુ કેસમાં સુપ્રિમ કોર્ટે SIT તપાસની અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે જ્જ લોયના મોતના તપાસની SITની તપાસ થશે નહીં. સુપ્રીમ કોર્ટે જ્જ લોયાના મોતના કેસની SIT તપાસની અરજી ફગાવી દીધી છે. PILનો ખોટો દુરૂપયોગ થતો હોવાનું સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું છે.

ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ ડીવાઇચંદ્રચુડ અને એએમ ખાન વિલકરની કોર્ટે હતું કે, તે અરજીઓ રાજનૈતિક હિત સાધવા અને ફકત ચર્ચા માટે વિષય છે પરંતુ તેનો કોઇ ખાસ આધાર નથી. સૂત્રોના જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું કે, આ કેસમાં જ જજોના નિવેદનો પર શંકાનું કોઇ કારણ નથી. એટલું જ નહી સુપ્રીમ કોર્ટે અરજીઓ અંગે આકરૂ વલણ અપનાવીને કહ્યું કે, આ અરજીઓ ન્યાયપાલિકાની છબિને ખરાબ કરવાનો એક પ્રયત્ન છે.

સુપ્રીમની બેન્ચે કહ્યું કે, પીઆઇએલમાં કોઇ સત્યતા નથી અને તે એક પ્રકારે કોર્ટની છબિને ખરાબ કરવાનો પ્રયત્ન કરાય રહ્યો હોય એમ જાણવા મળે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જજ લોયાનું મૃત્યુ પ્રાકૃતિક હતું અને તેમાં શંકા કરવાનું કોઇ કારણ નથી એટલું જ નહિ સુપ્રીમે કહ્યું કે, રાજનૈતિક પ્રતિદ્વંદ્વિતાને કોર્ટ સુધી લાવવામાં આવી છે અને કોર્ટની છબિને ખરાબ કરવાના પ્રયત્નો છે. એવામાં અરજીઓ પર જો કોર્ટની અવમાનનો કેસ ચલાવામાં આવે તો ખોટું નથી.

સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે, આ મામલા દરમિયાન અરજીકર્તાઓએ સુપ્રીમ કોર્ટના જજો પર કારણ વગરના આરોપ લગાવ્યા સંવૈધાનિક મર્યાદાનું પાલન કર્યું નહિ.

કોંગ્રેસના નેતા તહસીન પૂનાવાલા, પત્રકાર બીએસ લોને, બાંબે લોયર્સ એસોસિયેશન સહિત અન્ય દ્વારા વિશેષ જ્જ બીએચ લોયાના મૃત્યુની નિષ્પક્ષ તપાસની માગણી કરતી અરજી પર ૧૬ માર્ચે સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ જ્જો દ્વારા ૧૨ જાન્યુઆરીના રોજ કરવામાં આવેલી પત્રકાર પરિષદના કારણે લોયા કેસની સુનાવણી માટે એક બેન્ચનું ગઠન કરવુ પડયું હતું. જો કે તે બેન્ચે આ કેસમાંથી ત્યારબાદ પોતાને અલગ કરી દીધું હતું. ત્યારબાદ ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની બેન્ચ સમક્ષ આ મામલાની સુનાવણી કરવામાં આવી હતી.

ગત દિવસોમાં જ્જ લોયા મામલાને બોમ્બે હાઇકોર્ટના બીજા જ્જ પાસે મોકલી દેવામાં આવ્યો. દવેએ કહ્યું આ મામલાને બીજા જ્જ પાસે એટલા માટે મોકલવામાં આવ્યો તેમણે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર મામલે ભાજપના અધ્યક્ષ અમિતભાઇ શાહને આરોપમુકત કરવાના નિર્ણય વિરૂધ્ધ અપીલ ન દાખલ કરવાને લઇને સીબીઆઇ પર સવાલ ઉભા કર્યા હતા.(૨૧.૨૩)

(3:03 pm IST)