Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

બળાત્કારીઓને શરિયતના કાયદા પ્રમાણે સજા મળવી જોઈએઃ રાજ ઠાકરે

મુંબઈ, તા.૧૮ કઠુઆ  અને  ઉન્નાવમાં  થયેલ  રેપની  ઘટનાઓ  પર  આકરા  પ્રહારો  કરતા  મહરાષ્ટ્ નવનિર્માણ  સેના  (MNS)  અધ્યક્ષ  રાજ  ઠાકરેએ  ભાજપ  પર  સીધો  આરોપ  લગાવ્યો કે, ભાજપ બળાત્કારીઓની સાથે છે.  રાજ ઠાકરેએ મુલુંડમાં ૧૦૦ મહિલાઓને રિક્ષાની ચાવી આપી હતી.

રાજ ઠાકરેએ કહ્યું કે, કઠુઆમાં આઠ વર્ષની માસૂમ છોકરી સાથે આ બધું થયું તેને ધર્મ શું હોય એની પણ ખબર નહીં હોય. મંદિરમાં તેના પર રેપ થયો સતત આઠ  દિવસ  પાંચથી  છ  લોકો  તેની  સાથે  બળાત્કાર  કરતા  રહ્યા  અને  પછી  પથ્થર  વડે કૂચલીને  તેની  હત્યા  કરી  દેવામાં  આવી.  પછી  તેના  મૃતદેહ  સાથે  પણ  એજ  કરવામાં આવ્યું.

આટલી બર્બરતા આચરનારા લોકોનો ભાજપા સાથ આપી રહી છે. રાજે આગળ કહ્યું  કે,  ગત  ચાર  વર્ષમાં  ભાજપે  કઈ  નથી  કર્યું.  જેથી  હવે  તેઓને  ધર્મના  નામ  પર તોફાનો કરાવવા છે. તેમણે કહ્યું કે, ભાજપ શું ઈચ્છે છે હવે લોકોને ખબર પડી ગઈ છે. તેમને આગળ કહ્યું કે, બળાત્કારીઓને સાઉદી આગળ કહ્યું કે, બળાત્કારીઓને સાઉદી અરબ જેવા શરિયતના કાયદા જેવી સજા મળવી જોઈએ ત્યારે જઈને દેશમાં રેપ બંધ થશે.(૩૭.૭)

(2:36 pm IST)