Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

ભારત પર દબાણ વધારવા ચીનની નવી ચાલ :ભારત-નેપાળ-ચીન ઈકોનોમી કોરિડોરનો પ્રસ્તાવ રજૂ કર્યો

પાકિસ્તાન બાદ નેપાળમાં પોતાનું પ્રભુત્વ વધારીને હિમાલય ક્ષેત્રમાં બહુઆયામી સંપર્ક કરવા ચીન ઇચ્છુક

 

ભારત પર દબાણ વધારવા હવે ચીને નવી ચાલ ચાલી છે.જેમાં નેપાળ મારફત તે ભારત ઉપર દબાણ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે.ચીને ભારત-નેપાળ-ચીન ઇકોનોમિક કોરીડોરની સ્થાપનાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ચીન હિમાલય મારફત પોતાના બહુઆયામી સંપર્ક કાયમ કરવા ચીન પ્રસ્તાવ દ્વારા નેપાળની નવી સરકાર પર પોતાનો પ્રભાવ વધારવા ઇચ્છે છે.

   ચીને બુધવારે ભારત-નેપાળ-ચીન ઇકોનોમિક કોરીડોરનો પ્રસ્તાવ રજૂ કર્યો. ચીન પાકિસ્તાન બાદ હવે નેપાળ પર પોતાનું પ્રભુત્વ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. પ્રસ્તાવ દ્વારા તે હિમાલય ક્ષેત્રમાં પોતાના બહુઆયામી સંપર્ક કાયમ કરવા ઇચ્છે છે. મનાઇ રહ્યું છે કે પ્રસ્તાવ દ્વારા ચીન નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીના નેતૃત્વવાળી નવી સરકાર પર પોતાનો પ્રભાવ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચીનનો પ્રસ્તાવ નેપાળના વિદેશ પ્રધાન પ્રદીપુમાર ગ્વાલીની ચીની વિદેશ પ્રધાન વાંગ યી સાથેની મુલાકાત બાદ સામે આવ્યો છે.

   તાજેતરમાં નેપાળી વડાપ્રધાનની ભારત મુલાકાત બાદ નેપાળના વિદેશ પ્રધાન ગ્વાલી ચીનની મુલાકાતે ગયા હતા. તે સમયે ચીની વિદેશ પ્રધાન વાંગ યીએ જણાવ્યું હતુ કે, મને તે કહેવા દો કે ચીન અને નેપાળે હિમાલય પાર એક બહુઆયામી સંપર્ક નેટવર્ક સ્થાપિત કરવા માટે દીર્ધકાલીન દ્રષ્ટીકોણ પર સહમતી વ્યક્ત કરી છે.

   વાંગે કહ્યું કે ચીન અને નેપાળ પહેલા ચીનની મહત્વાકાંક્ષી યોજના બેલ્ટ એન્ડ રોડ પર હસ્તાક્ષર કરી ચુક્યા છે. જેનો એક હિસ્સો સંપર્ક નેટવર્ક માટે સહયોગ વધારવાનો પણ છે. જે અંતર્ગત બંને દેશોની વચ્ચે બંદર, રેલવે, હાઇવે, ઉડ્ડયન, વીજળી અને ટેલીકોમ સંબંધિત સંપર્ક સ્થાપિત કરવાનો છે.

    વાંગ યીએ જણાવ્યું કે અમારો વિશ્વાસ છે કે પ્રકારે સારી રીતે વિકસીત સંપર્ક નેટવર્ક ચીન, નેપાળ અને ભારતને જોડનારા એક સારા ઇકોનોમિક કોરીડોરની સ્થાપનાનો માર્ગ મોકળો કરી શકે છે. તેમણે કહ્યું કે અમને આશા છે કે પ્રકારના સહયોગથી ત્રણેય દેશોના વિકાસ અને સમૃદ્ધિમાં યોગદાન મળશે.

   શું નેપાળી વિદેશ પ્રધાન ગ્વાલીની ચીન યાત્રા પીએમ ઓલીની ભારત મુલાકાત બાદ સંતુલન સ્થાપિત કરવાનો પ્રયાસ છે. સવાલના જવાબમાં વાંગ યીએ જણાવ્યું કે ભારત, ચીન અને નેપાળની વચ્ચે ત્રિપક્ષીય સહયોગની વાત છે. ભારત અને ચીને તેનું સ્વાગત કરવું જોઇએ. ભારત, ચીન અને નેપાળ પ્રકૃતિ દ્વારા બનાવાયેલા મિત્રો અને સહયોગી છે. એક તથ્ય છે અને તેને બદલી શકાય નહીં.

ચીન દ્વારા નેપાળ પર પ્રભાવ જમાવવાનો પ્રયાસ કોઇ નવી વાત નથી. જો કે બીજી તરફ નેપાળી પીએમ  ઓલીનો ચીન પ્રેમ પણ જગજાહેર છે. ત્યારે ચીન હવે નેપાળ મારફત ભારત પર દબાણ વધારવાના પ્રયાસમાં છે.

(12:00 am IST)