Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્રની બિહાર સરકારના પૂર્વ મંત્રી ચંદ્રિકા રાયની પુત્રી સાથે સગાઇઃ લાલુ પ્રસાદની કમી વર્તાઇ

પટણાઃ ઘાસચાર કૌભાંડમાં જેલની સજા કાપી રહેલા લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવની સગાઇ બિહારના પૂર્વ મંત્રી ચંદ્રિકા રાયની પુત્રી સાથે કરવામાં આવી છે. જો કે, આ સગાઇવિધીમાં લાલુ પ્રસાદ યાદવની કમી વર્તાતી હતી.

 

લાલુની મોટી છોકરી મીસાએ કહ્યું કે પિતાજી સાથે સાથે હોત તો અહીંનો નજારો કાંઇક અલગ જ હોત. છોકરાની સગાઇના પ્રસંગે પુર્વ સીએમ રાબડી દેવીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે ઘરે વહુ આવવાની છે.

હોટલ મૌર્યના અશોકા હોલમાં સગાઇ માટે મંચ બનાવવામાં આવ્યો છે. હોલમાં કોલકત્તા, બેંગલુરૂથી મંગાવેલા ફુલોથી ખૂબસૂરત સજાવટ કરવામાં આવી છે. સગાઇની બધી તૈયારીઓ થઇ ચુકી છે. આવનારા અતિથિઓ પણ પટણા આવી ગયા છે. લાલુના પુત્ર તેજપ્રતાપે બ્લૂ રંગનો સૂટ પહેર્યો છે.

તેમની સાથે નાના ભાઇ તેજસ્વી યાદવ, બહેનો, જીજાજી અને માતા રાબડી દેવી પણ ઉપસ્થિત હતાં. સૂત્રો પ્રમાણે 200 જેટલા મહેમાનોને નિમંત્રણ મોકલવામાં આવ્યું છે.

લાલુ યાદવના નજીકના ભોલા યાદવ જાતે મહેમાનોનું સ્વાગત કરી રહ્યાં છે. હોટલના અશોકા હોલને ગુલાબી અને સફેદ રંગના કપડાથી સજાવવામાં આવ્યો છે. જ્યારે મુખ્ય સ્ટેજને સજાવવા માટે દિલ્હી, કોલકત્તા, બેંગ્લુરૂ અને પુણેથી ફુલો મંગાવવામાં આવ્યાં છે.

કોણ છે ઐશ્વર્યા?

-ઐશ્વર્યાએ તેનું ભણતર પટનાની નોટ્રેટમ સ્કૂલમાંથી કર્યુ છે. તેણે ઉચ્ચ શિક્ષણ માટે દિલ્હીમાં આવીને પોતી MBA ભણી છે.

-ઐશ્વર્યાનો પરિવાર મૂળ બિહારનાં છપરા નજીકનો રહેવસી છે. તેનાં પિતા હાલમાં પરસાનાં MLA છે.

(6:02 pm IST)