Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2024

ઘર કે રસોડામાંથી ગરોળી ભગાવવાના 7 કારગત ઉપાય અજમાવી શકાય

ડુંગળી, લસણ, કાળી મરી પીસી પેસ્‍ટ બનાવી યોગય જગ્‍યા પર લગાવવાથી ગરોળી દૂર થઇ થશે

નવી દિલ્‍હીઃ ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જ્યાં ગરોળી દેખાતી ન હોય, ખાસ કરીને ઉનાળામાં. તેનાથી છુટકારો મેળવવા માટે લોકો વિવિધ પ્રકારના પ્રયાસો કરે છે. તેમ છતાં તેનાથી છુટકારો મળતો નથી. આવી સ્થિતિમાં એકવાર આ ઉપાયો અજમાવી જુઓ..

ડુંગળીનો ઉપયોગ કરો-

તમે ગરોળીથી છુટકારો મેળવવા માટે પણ ડુંગળીનો ઉપયોગ કરી શકો છો. આ માટે ડુંગળીના ટુકડા કરી લો અને તેને ઘરના ખૂણા અને અન્ય જગ્યાએ રાખો. ગરોળી તેની ગંધને કારણે થોડી જ વારમાં ભાગી જશે.

લસણનો ઉપયોગ કરો-

લસણની કળીને છોલીને તેને ઘર, બાથરૂમ, બાલ્કની અને જ્યાં ગરોળી દેખાતી હોય ત્યાં રાખો. ગરોળી તેની ગંધને કારણે થોડી જ વારમાં ઘરથી ભાગી જશે.  

કાળી મરી રાખો-

બ્લેક પેપર એટલે કે કાળી મરીનો ઉપયોગ ગરોળીને દૂર કરવા માટે પણ કરી શકાય છે. આ માટે કાળા મરીને પીસીને પાવડર બનાવી લો. પછી તેમાં પાણી મિક્સ કરીને સોલ્યુશન તૈયાર કરો અને તેને સ્પ્રે બોટલમાં ભરીને ઘરમાં દરેક જગ્યાએ સ્પ્રે કરો.

નેપ્થાલિન બોલનો ઉપયોગ કરો-

ગરોળીને ઘરની બહાર ભગાડવા માટે નેપ્થાલિન બોલનો પણ ઉપયોગ કરી શકાય છે. આ માટે ઘરમાં અલગ-અલગ જગ્યાએ નેપ્થાલિન બોલ્સ રાખો. આનાથી પણ તમને ગરોળીથી ઝડપથી છુટકારો મળશે.

ઈંડાના છિલકા રાખો-

જો તમે ઈંડા ખાતા હોવ તો તમે ગરોળીને દૂર કરવા ઈંડાના છિલકાનો પણ ઉપયોગ કરી શકો છો.આ માટે ઈંડાના છીલકાને એવી જગ્યાએ રાખો જ્યાં ગરોળી હોય. આનાથી તમને ગરોળીથી છુટકારો મળશે.

ઘરમાં રાખો મોરનાં પીંછા-

ગરોળીને ભગાડવા માટે તમે ઘરમાં મોરનાં પીંછાં લગાવી શકો છો. આ માટે તમે ઘરની દિવાલો પર ટેપ વડે મોરના પીંછા ચોંટાડો. સાથે જ જ્યાં ગરોળી વધુ દેખાતી હોય તે જગ્યાએ મોરના પીંછા રાખો.

ધૂપ કરો-

ઘરના જે ખૂણામાં ગરોળી ભરાઈ રહેતી હોય જો ત્યાં કોઈ પણ પ્રકારનો ધૂપ કરવામાં આવે તો તેની આંખોમાં બળતરા થવાને કારણે પણ ગરોળી ત્યાંથી ભાગી જાય છે.

(5:40 pm IST)