Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2024

માણસની બંને કિડની ફેલ થઇ જાય તો માણસ જીવી શકે ? જાણો હેલ્‍થ એક્‍સપર્ટનું મંતવ્‍ય

કિડની ખરાબ થાય તો માણસ ડાયાલિસિસ કરાવી 5થી 10 વર્ષ જીવિત રહી શકે

નવી દિલ્‍હીઃ હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે, ડાયાલિસિસ દર્દીની ક્ષમતા અને તે કેવી રીતે એડજસ્ટ કરે છે તેના પર નિર્ભર કરે છે. ઘણીવાર બંને કિડની ખરાબ થયા બાદ ડાયાલિસિસ કરાવતી વ્યક્તિ 5 થી 10 વર્ષ સુધી જીવિત રહી શકે છે. તો ઘણા કેસમાં તો ડાયાલિસિસ કરાવતી વ્યક્તિ 20-25 વર્ષ પણ જીવી જાય છે.

વ્યક્તિના શરીરમાં બે કિડની હોય છે. કોઈ બીમારી કે અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે જો કોઈ વ્યક્તિની એક કિડની કાઢી નાખવામાં આવે તો પણ તે સ્વસ્થ જીવન જીવી શકે છે. ઘણીવાર દુનિયામાં એવા લોકો પણ જન્મ લે છે, જેઓ માત્ર એક કિડની પર જ આખુ જીવન પસાર કરી દે છે. જોકે એક કિડનીવાળા વ્યક્તિને રોજિંદા જીવનમાં ઘણા બદલાવ કરવાની સલાહ આપવામાં આવે છે. ખરાબ લાઈફસ્ટાઈલ, જંક ફૂડનું સેવન, દારૂ અને સિગરેટના કારણે લોકોની કિડની પર ખરાબ અસર થઈ શકે છે. એવામાં લોકો મોટાભાગે એ જ સવાલ પૂછતા હોય છે કે, જો કોઈ વ્યક્તિની બંને કિડની ખરાબ થઈ જાય તો તે જીવિત રહી શકે છે? ચાલો જાણીએ તેનો જવાબ. 

kidney.org ના જણાવ્યા અનુસાર, બંને કિડની વગર પણ એક વ્યક્તિનું જીવન શક્ય છે. જો કોઈ કિડનીની બંને કિડની ખરાબ થઈ જાય તો, વધારે દિવસ સુધી જીવતા રહેવું મુશ્કેલ છે. જોકે આ દરમિયાન વ્યક્તિને ઘણી મેડિકલ ટ્રીટમેન્ટ, દવાઓ અને ડૉક્ટરી સલાહની જરૂર પડે છે. કોઈ વ્યક્તિનું બંને કિડની વગર જીવન ત્યાં સુધી જ શક્ય છે, જ્યાં સુધી ડાયાલિસિસ કરાવવામાં આવે. ડાયાલિસિસની મદદથી શરીરની બધી જ ગંદકીને પેશાબ અને મળ દ્વારા બહાર કાઢવામાં આવે છે, જે કિડનીનું જ મુખ્ય કામ છે. ડાયાલિસિસ વગર કોઈ વ્યક્તિ માટે લાંબા સમય સુધી જીવવું મુશ્કેલ બની જાય છે. રિપોર્ટ અનુસાર બંને કિડની ખરાબ હોય તેવા દર્દીને ડાયાલિસિસ સિવાય, ખાનપાનમાં પરેજી, કસરત અને બીજી ઘણી દેખભાળની જરૂર હોય છે. 

હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે, ડાયાલિસિસ દર્દીની ક્ષમતા અને તે કેવી રીતે એડજસ્ટ કરે છે તેના પર નિર્ભર કરે છે. ઘણીવાર બંને કિડની ખરાબ થયા બાદ ડાયાલિસિસ કરાવતી વ્યક્તિ 5 થી 10 વર્ષ સુધી જીવિત રહી શકે છે. તો ઘણા કેસમાં તો ડાયાલિસિસ કરાવતી વ્યક્તિ 20-25 વર્ષ પણ જીવી જાય છે.

કોઈ વ્યક્તિની બંને કિડની ખરાબ થાય તો બે પ્રકારના ડાયાલિસિસની સલાહ આપવામાં આવે છે. 

એક પ્રક્રિયા અંતર્ગત શરીર દર્દીના લોહીમાંથી ઝેરી પદાર્થો, પાણી અને એક્સ્ટ્રા તરલ પદાર્થોને બહાર કાઢે છે. હેમોડાયાલિસિસ દરમિયાન ડૉક્ટર દર્દીના હાથમાં એક સોય લગાવે છે અને એક આખી પ્રક્રિયાને ફોલો કરી શરીરમાંથી ગંદકી બહાર કાઢે છે.

આ પ્રક્રિયા અંતર્ગત ડૉક્ટર લોહી સાફ કરવાનું કામ કરે છે. જેમાં ડૉક્ટર દર્દીના પેટમાં પ્લાસ્ટિક ટ્યૂબ નાખવા માટે શલ્યચિકિત્સા કરે છે. ત્યારબાદ એક કેથેટર દ્વારા પેટના ક્ષેત્રમાં ડાયલિસેટ દ્રવ નાખવામાં આવે છે અને શરીરમાંથી વિષાક્ત પદાર્થોને બહાર કાઢે છે.

(5:38 pm IST)