Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2024

હોળી-ધૂળેટીના રંગે રમવામાં કિંમતી ફોન ખરાબ ન થાય તે માટે કાળજી લેવી જરૂરી

પાણીના કારણે સ્‍માર્ટ ફોન બગડવાની શક્‍યતા

નવી દિલ્‍હીઃ હોળીની મસ્તીમાં ઘણીવાર લોકોના ફોન પાણીમાં પલળી જાય છે અને હજારો રૂપિયાનું નુકસાન થઇ થઇ જાય છે. તમે ટેન્શન વિના રંગોના તહેવારની મજા માણી શકો, તેના માટે અમે તમારા માટે કેટલીક કામની ટિપ્સ લાવ્યા છીએ. આમ તો નવા સ્માર્ટફોન વોટર રેજિસ્ટેંટ માટે  IP રેટિંગ સાથે આવે છે, પરંતુ ઘણીવાર દુર્ઘટના થઇ જાય છે અને ફોન પાણીથી ખરાબ થઇ શકે છે. જેમ જેમ હોલી નજીક આવી રહી છે, તેમ તેમ તમારો ફોન પલળવાની સંભાવના વધી જાય છે.

સામાન્ય રીતે અમે તમને સલાહ આપીએ છીએ કે તમે ફોન સાથે ન રાખો, પરંતુ જો પાર્ટી જવા માટે કેબ બુક કરાવવી હોય કે મિત્રો સાથે વાતચીત કરવી છે, તો ફોન ઘરે મુકીને જવું શક્ય નથી. હોળી મસ્તીમાં મોટાભાગે લોકોના ફોન પાણીમાં પલળી જાય છે. સ્માર્ટફોન બગડવાની સમસ્યા પાણીના કારણે જ આવતી હોય છે. હોળી રમતી વખતે ફોનને પાઉચમાં રાખવો જોઈએ. પરંતુ જો ફોનમાં પાણીમા પડી ગયો હોય અને તમે વિચારી રહ્યાં હોવ કે તેને કેવી રીતે સરખો કરવો. તો કરો આ ઉપાય..

સૈૌથી પહેલા ફોનને કરો બંધ

જો ફોનમા પાણી જતુ રહ્યું હોય તો અથવા તો ફોન ભીનો થઈ ગયો હોય તો તેને સ્વીચ ઓફ કરવાની સલાહ આપવામાં આવે છે. આ સ્થિતિમાં તેને ચાલુ કરવાનો પ્રયાસ કરશો નહીં. ફોન પર કોઈપણ બટન દબાવો નહીં. જેના કારણે શોર્ટ સર્કિટ થવાનો ભય છે.

ફોનને હેર ડ્રાયર વડે સુકવો

ફોન બંધ થતાં જ તેમાંથી સિમ કાર્ડ અને મેમરી કાર્ડ કાઢી લો. ત્યાર પછી ફોનને  હેર ડ્રાયર વડે સુકાવો. પરંતુ ધ્યાન રાખો કે હેર ડ્રાયરને થોડે દૂર રાખો.

ફોનને ચોખા વચ્ચે મૂકી દો

 ફોનની ઉપર દેખાતા પાણીને પેપર કે નેપકિન વડે જ સાફ કરો. જો તમારી પાસે હેર ડ્રાયર નથી. તો ફોનને સૂકા ચોખાની અંદર મૂકો. હેડફોન જેક, ચાર્જિંગ પોર્ટ અથવા સિમ ચોખા અંદર મૂકો ટ્રેની અંદર ચોખા ન આવે તેનું ધ્યાન રાખો. ફોનને ઓછામાં ઓછા 24 કલાક ચોખાની અંદર રાખો.

ફોનને લેમિનેટ કરાવો

ફોનનું લેમિનેટ કરવું શ્રેષ્ઠ વિકલ્પ છે.  લેમિનેટ કરાવાથી ફોન થોડો જૂનો લાગે છે. પરંતુ તે પાણી જતા અટકાવે છે. તેમાં બહુ ખર્ચ પણ થતો નથી. બજારમાં ઘણા લિક્વિડ પ્રોટેક્શન પણ ઉપલબ્ધ છે, જેથી તમે ફોનને સુરક્ષિત રાખી શકો. જો તમે હોળી પર બહાર રમવા જાવ છો તો પોલીથીન તમારા ખિસ્સામાં ચોક્કસ રાખો.

ફોનના હોલ્સમાં ટેપ લગાવો

જો તમારી પાસે પોલીથીન ન હોય અથવા તે ભીની થઈ ગયી હોય તો બેકઅપમાં એક કામ ચોક્કસ કરો. માઇક, ચાર્જિંગ પોર્ટ, હેડફોન જેક, સ્પીકર્સ અને ફોનના અન્ય સ્થળો પર ટેપ ચોંટાડો. તેનાથી તમારો ફોન કવર થઈ જશે અને પાણી અંદર જઈ શકશે નહીં.

(5:36 pm IST)