Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2024

દિલ્‍હી પહોંચ્‍યા રાજ ઠાકરે : ગળહમંત્રી શાહને મળ્‍યા

રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્‍ટ્ર નવનિર્માણ સેના (MNS) NDAમાં સામેલ થઈ શકે છે : રાજ ઠાકરે સોમવારે દિલ્‍હી પહોંચ્‍યા હતા : તેઓ ભાજપના નેતાઓને મળી રહ્યા છે

નવી દિલ્‍હી, તા.૧૯: ભાજપે લોકસભા ચૂંટણી માટે ઘણા રાજ્‍યોમાં સીટોની વહેંચણી કરી છે, પરંતુ મહારાષ્‍ટ્રમાં હજુ સુધી ડીલ ફાઈનલ થઈ નથી. આ દરમિયાન મહારાષ્‍ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે દિલ્‍હી પહોંચી ગયા છે. તેઓ ભાજપના નેતાઓને મળી રહ્યા છે.

રાજ ઠાકરે દિલ્‍હીની એક ખાનગી હોટલમાં રોકાયા છે. ભાજપના રાષ્‍ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે મંગળવારે સવારે રાજ ઠાકરેને મળ્‍યા હતા. આ પછી રાજ ઠાકરે હોટલમાંથી બહાર આવ્‍યા અને ગળહમંત્રી અમિત શાહને મળવા ગયા. બંને નેતાઓની મુલાકાતની તસવીરો સામે આવી છે.

મહારાષ્‍ટ્રના નાયબ મુખ્‍ય પ્રધાન દેવેન્‍દ્ર ફડણવીસે રાજ ઠાકરેની પાર્ટી સાથે ગઠબંધન કરવાનો સંકેત આપ્‍યો હતો. તેમણે કહ્યું હતું કે MNS સાથે ગઠબંધન અંગે યોગ્‍ય સમયે નિર્ણય લેવામાં આવશે. MNSનું સ્‍ટેન્‍ડ બીજેપીથી અલગ નથી. અમે પ્રાદેશિક ગૌરવમાં માનીએ છીએ. મરાઠી માનુષ ઉપરાંત MNSએ પણ હિન્‍દુત્‍વની વાત કરી છે.

(5:06 pm IST)