Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2024

જીત થાય કે હાર ! IPLની એક સિઝનમાં ટીમ કમાય છે અબજો રૂપિયા એક સિઝનમાં દરેક ટીમને મળે છે લગભગ ૪૫૦ થી ૫૦૦ કરોડ રૂપિયા

કમાણીનો મુખ્‍ય સ્‍ત્રોત છે મીડિયા પ્રસારણ, સ્‍પોન્‍સરશીપ, જર્સી ઉપરની જાહેરાતના લોગો

 

 

નવી દિલ્‍હી, : આઇપીએલ શરૂ થવામાં માત્ર ત્રણ દિવસ બાકી છે. કુલ ૧૦ ટીમો રમે છે. આ ટીમો જીતે કે હારે, તેનાથી તેમની કમાણી પર બહુ ફરક પડતો નથી.

એક રિપોર્ટ અનુસાર, આ ટીમો ૪૦૦ થી ૫૦૦ કરોડ રૂપિયા કમાય છે. આઇપીએલમાં ખેલાડીઓ મોટી કમાણી કરે છે. આ વખતની હરાજી પર નજર કરીએ તો સૌથી મોંઘો ખેલાડી મિચેલ સ્‍ટાર્ક હતો. તેને કોલકાતા નાઈટ રાઈડર્સે ૨૪.૭૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સ્‍ટાર્ક આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી છે. કોલકતા નાઇટ રાઇડર્સ તેની આવકનો માત્ર એક ભાગ સ્‍ટાર્ક અને અન્‍ય ખેલાડીઓ પર ખર્ચ્‍યો હતો.

જો આપણે આઈપીએલ ટીમોની કમાણી વિશે વાત કરીએ તો તે ઘણી વધારે છે. બિઝનેસ લાઈને માર્ચ ૨૦૨૩માં ડી એન્‍ડ પી એડવાઈઝરીના મેનેજિંગ પાર્ટનર સંતોષ એન સાથેનો ઈન્‍ટરવ્‍યુ પ્રકાશિત થયો હતો. આ હિસાબે આઇપીએલનો સેન્‍ટ્રલ પૂલ ૯૦૦૦ થી ૧૦૦૦૦ કરોડ રૂપિયાની આસપાસ છે. તેનો ૫૦ ટકા હિસ્‍સો ટીમો વચ્‍ચે વહેંચાયેલો છે. આ હિસાબે દરેક ટીમને લગભગ ૪૫૦ થી ૫૦૦ કરોડ રૂપિયા મળે છે.

આઇપીએલમાં ફ્રેન્‍ચાઇઝી અને લીગ પાસે કમાણીનાં ઘણાસ્ત્રોત છે. આનો મોટો ભાગ મીડિયા -સારણ અધિકારોમાંથી આવે છે. આઈપીએલના રાઈટ્‍સમાંથી મોટી કમાણી થઈ હતી. આ અધિકારો પાંચ વર્ષથી વેચવામાં આવ્‍યા છે. આઇપીએલ સ્‍પોન્‍સરશિપથી પણ સારી એવી કમાણી કરે છે. દરેક ટીમની જર્સી પર સ્‍પોન્‍સર્સના લોગો છપાયેલા હોય છે. આ સાથે મેચ દરમિયાન સ્‍ટેડિયમમાં ઘણી જગ્‍યાએ જાહેરાતો લગાવવામાં આવે છે.

જો ખેલાડીઓના ખર્ચની વાત કરીએ તો તે આવક કરતા ઘણો ઓછો છે. દરેક ટીમ હરાજી માટે ૧૦૦ કરોડ રૂપિયાનું પર્સ રાખે છે. આમાં તેણે પોતાના માટે ખેલાડીઓ ખરીદવા પડશે. આ ખર્ચની સાથે ટીમ હોટલ, ફૂડ અને એસેસરીઝ પર પણ ખર્ચ થાય છે. પરંતુ આ તમામ ખર્ચ આવક કરતા ઓછો છે.

(4:19 pm IST)