Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2024

પશુપતિ પારસનું મોદી કેબિનેટમાંથી રાજીનામું:કહ્યું 'અમારી સાથે અન્યાય થયો

નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) માં સીટની વહેંચણીથી નારાજ લોક જનશક્તિ પાર્ટી (LJP) ના પ્રમુખ પશુપતિ પારસે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે પત્રકાર પરિષદમાં રાજીનામાની જાહેરાત કરી હતી. પારસે કહ્યું કે અમારી સાથે વ્યક્તિગત રીતે અન્યાય થયો છે.

પશુપતિ પારસે કહ્યું, “મેં સમર્પણ અને વફાદારી સાથે NDAની સેવા કરી, પરંતુ મારી સાથે વ્યક્તિગત રીતે અન્યાય થયો. આજે પણ હું પીએમ મોદીનો આભાર માનું છું.

(12:42 pm IST)