Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2024

ચીન સાથેનો સીમા વિવાદ પડકાર રૂપ : સીડીએસ ચૌહાણ

નવી દિલ્‍હી, તા. ૧૯ : ચીફ ઑફ ડિફેન્‍સ સ્‍ટાફ જનરલ અનિલ ચૌહાણે ચીન સાથેની અસ્‍થિર સરહદો અને તેના ઉદભવને ૅસૌથી પ્રચંડ પડકારૅ તરીકે વર્ણવ્‍યો હતો જેનો ભારત અને ભારતીય સશષા દળોએ નજીકના ભવિષ્‍યમાં સામનો કરવો પડશે. પૂણેમાં સ્‍ટ્રેટેજિક એન્‍ડ સિકયુરિટી ડાયલોગની દરમિયાન ં ચીનનો ઉદય અને વિશ્વ પર તેની અસર વિષય પરના તેમના સંબોધનમાં, સીડીએસ જનરલ  ચૌહાણે કહ્યું, ઁઆજે આપણે જે પડકારનો સામનો કરી રહ્યા છીએ તે અસ્‍થિર સરહદો છે. ભારતનો તેના પડોશીઓ સાથે સરહદો પર વિવાદો છે અને આ સંઘર્ષોને કારણે વાસ્‍તવિક નિયંત્રણ રેખા (એલએસી ) અને નિયંત્રણ રેખા (એલઓસી) શબ્‍દનો ઉદભવ થયો છે. 

 ચૌહાણે જણાવ્‍યું હતું કે, ઁભારતની પ્રાચીન સીમાઓ બ્રિટિશ શાસન દરમિયાન મજબૂત સીમાઓનું સ્‍વરૂપ લેવાનું શરૂ થયું હતું, પરંતુ આઝાદી પછી તે આંતરરાષ્‍ટ્રીય સીમાઓમાં પરિવર્તિત થઈ ગઈ હતી. સીમાઓને માન્‍યતા મળી શકી નથી. આમ અમને વિવાદિત સરહદો વારસામાં મળી છે. ચીન દ્વારા તિબેટ પરના કબજાએ તેને આપણો નવો પાડોશી બનાવ્‍યો, અને ભારતના ભાગલાએ આપણા પ્રત્‍યે દુશ્‍મનાવટ અને નફરત સાથે જન્‍મેલા એક નવા રાષ્‍ટ્રનું નિર્માણ કર્યું. ભારતીય સશષા દળોએ ચીન અને પાકિસ્‍તાન સાથેની વિવાદિત સરહદો પર શાંતિકાળ દરમિયાન ભારતના દાવાઓની કાયદેસરતા જાળવી રાખવાની જરૂર છે.

સીડીએસ ચૌહાણે કહ્યું કે વિશ્વની તમામ વિવાદિત સરહદોની જેમ, નકશા સાથે ચેડાં કરવાની અને નવી વાર્તાઓ બનાવવાની વિરોધી વળત્તિ અમારી સાથે પણ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે આપણે બધાએ આને તમામ સ્‍તરે સામૂહિક રીતે લડવું પડશે, અનિલ ચૌહાણે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે સંઘર્ષના તમામ તબક્કે ચીનની પીપલ્‍સ લિબરેશન આર્મી  સાથે કુનેહપૂર્વક વ્‍યવહાર કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે બંને પક્ષોએ નિયમોની મર્યાદામાં રહીને કામ કરવાની જરૂર છે.

(12:36 pm IST)