Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2024

હિંદુ યુગલોમાં છોકરા કરતા છોકરીઓ દત્તક લેવાનું ચલણ વધ્‍યું

ટ્રેન્‍ડ બદલાયોઃ એડિશનલ સોલિસિટર જનરલે ૧૧ રાજ્‍યો દ્વારા રેકોર્ડ પર મૂકવામાં આવેલો ડેટા રજુ કર્યો : હિંન્‍દુ એડોપ્‍શન એન્‍ડ મેઇન્‍ટેનન્‍સ એકટ હેઠળ જે લોકોને બાળક નથી હોતા તેવા કપલ હવે છોકરી દત્તક લેતા થયા છે અને આ સંખ્‍યા વધી રહી છે

નવી દિલ્‍હી,તા. ૧૯: ભારતમાં મોટા ભાગના લોકો તેમના ત્‍યાં પુત્રનો જન્‍મ થાય તેવું ઈચ્‍છતા હોય છે. આ ઉપરાંત જે દંપતીને બાળક નથી હોતું તેવા દંપતી જયારે બાળક દત્તક લે ત્‍યારે તે કોઈ છોકરાને દત્તક લેતા હોય છે. જોકે, હાલના સમયમાં આ વિચારોમાં ફેરફાર આવ્‍યો છે. હિંદુ એડોપ્‍શન એન્‍ડ મેઈન્‍ટેનન્‍સ એક્‍ટ (HAMA) હેઠળ જે લોકોને બાળક નથી હોતા તેવા કપલ હવે છોકરી દત્તક લેતા થયા છે અને આ સંખ્‍યા વધી રહી છે. સમગ્ર ભારતમાં બે વર્ષમાં છોકરી દત્તક લેવાના આંકડા નોંધપાત્ર રીતે વધ્‍યા છે. સૌથી આヘર્યની વાત એ છે કે પંજાબ જેવું રાજય તેમાં આગળ છે. કેન્‍દ્ર સરકાર દ્વારા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટી દ્વારા રજૂ કરાયેલા આંકડાઓ વૈદિક યુગો જેટલા જૂના વલણને પ્રતિબિંબિત કરે છે. ગયા વર્ષે ૨૦ નવેમ્‍બરના રોજ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ૧૦ રાજયોએ ણ્‍ખ્‍પ્‍ખ્‍ હેઠળ દત્તક લેવા સંબંધિત ડેટા રજૂ કર્યા ન હતા, જયારે એડિશનલ સોલિસિટર જનરલે ૧૧ રાજયો દ્વારા રેકોર્ડ પર મૂકવામાં આવેલો ડેટા રજૂ કર્યો હતો જેમાં ૨૦૨૧-૨૦૨૩ના સમયગાળામાં કુલ ૧૫,૪૮૬ બાળકો દત્તક લેવામાં આવ્‍યા હતા.

HAMA હેઠળ નોંધાયેલા કુલ દત્તકમાંથી દત્તક માતા-પિતાએ ૬,૦૧૨ છોકરાઓને દત્તક લેવા સામે ૯,૪૭૪ છોકરીઓને ઘરે લઈ જવાનું પસંદ કર્યું હતું. જોકે, દત્તક લીધેલા બાળકોની પસંદગીની ઉંમર છ વર્ષથી ઓછી રહી. સેન્‍ટ્રલ એડોપ્‍શન રિસોર્સ એજન્‍સી (CARA) ટેબ્‍યુલેશન સૂચવે છે કે ૬૯.૪% રજિસ્‍ટર્ડ સંભવિત દત્તક માતાપિતા (PAPs) ૦ થી ૨ વર્ષની વય જૂથના બાળકો માટે પસંદ કરે છે; ૨ થી ૪ વર્ષની વય જૂથમાં ૧૦.૩%; અને ૪ થી ૬ વર્ષની વય જૂથમાં ૧૪.૮%નો સમાવેશ થાય છે.

ડેટા પરથી સ્‍પષ્ટ થાય છે કે પંજાબ અને ચંદીગઢ લિંગ સમાનતા તરફ ભારતની કૂચમાં આગેવાન તરીકે ઉભરી આવ્‍યા છે. પંજાબમાં HAMA હેઠળ નોંધાયેલા કુલ ૭,૪૯૬ દત્તકમાંથી, ૪,૯૬૬ છોકરીઓ અને ૨,૫૩૦ છોકરાઓ હતા. કેન્‍દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં દત્તક લીધેલા કુલ ૧૬૭ બાળકોમાંથી ૧૧૪ છોકરીઓ હતી. હિમાચલ પ્રદેશના યુગલોએ ૨,૧૦૭ બાળકોને દત્તક લીધા (૧,૨૭૮ છોકરીઓ); તમિલનાડુ ૧,૬૭૧ (૯૮૫ છોકરીઓ); દિલ્‍હી ૧,૦૫૬ (૫૫૮ છોકરીઓ); ઉત્તરાખંડ ૬૮૫ (૪૭૨ છોકરીઓ); આંધ્ર પ્રદેશ ૧,૪૧૫ (૮૩૫ છોકરીઓ); ઓડિશા ૨૯૧ (૧૬૫ છોકરીઓ) બાળકોને દત્તક લીધા હતા. જયારે તેલંગાણાના હિંદુ યુગલોએ પુરૂષ બાળકને દત્તક લેવાનું પસંદ કર્યું હતું. આ સમયગાળામાં તેલંગાણામાંકુલ ૨૪૨ દત્તક બાળકો હતા જેમાંથી ૪૮ છોકરીઓ હતી. જયારે પヘમિ બંગાળમાં યુગલોએ કુલ દત્તક લીધેલા ૨૨૮ બાળકોમાંથી ૧૧૨ છોકરીઓ હતી.

જોકે, રાજયો દ્વારા સબમિટ કરેલા ડેટાનું સંકલન કરનાર કેન્‍દ્ર સરકારે ચેતવણી સાથે માહિતી રજૂ કરી છે. કેન્‍દ્ર સરકારે જણાવ્‍યું હતું કે, જયારે કેટલાક માતા-પિતા HAMA હેઠ દત્તક દસ્‍તાવેજો મેળવે છે. આ દસ્‍તાવેજો દત્તક લેવાની ઔપચારિકતા માટેનો કાનૂની દસ્‍તાવેજ છે. જોકે, એવી સંખ્‍યા ઘણી મોટી છે જેઓ દત્તક દસ્‍તાવેજની નોંધણી કરવાનું પસંદ કરતા નથી.

(10:43 am IST)