Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2024

સોશ્‍યલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ બેવફા ચાની દુકાન

સિંગલ્‍સથી ૫, કપલ્‍સથી ૧૦... પ્રેમિકાએ આપ્‍યો દગોઃ હવે આ શખ્‍સ લઇ રહ્યો છે લવર્સ પાસેથી બદલો : અહીં ખાસ કરીને સિંગલ લોકોને સસ્‍તી ચા મળે છે, ત્‍યારે પ્રેમી યુગલોને એક કપ ચા માટે બમણી કિંમત ચૂકવવી પડે છે

બોકારો,તા. ૧૯: આજકાલના યુવાનો ફેશન કે, બિઝનેસમાં એક અલગ જ ટ્રેન્‍ડ રાખી રહ્યા છે. યોવાનો હવે કંઇક હટકે કરવા માંગે છે. બોકારોના સેક્‍ટર ૪ ખાતે મુખ્‍ય બજારમાં સ્‍થિત બેવફા ચાની દુકાન તેના નામ માટે ખૂબ પ્રખ્‍યાત છે, જયાં ખાસ કરીને સિંગલ લોકોને ૫ રૂપિયે કપના ભાવે ચા આપવામાં આવે છે. સાથે જ પ્રેમી યુગલો માટે એક કપ ચાની કિંમત ૧૦ રૂપિયા છે.

ચાની દુકાન ચલાવનાર ચિન્‍ટુએ જણાવ્‍યું હતું કે, ‘બેવફા ચાવાળા'નામ રાખવાનું સાચું કારણ એ છે કે, મારી ગર્લફ્રેન્‍ડ સ્‍કૂલના દિવસોમાં મને છોડીને જતી રહી હતી, જે કારણોસર મેં મારી ગર્લફ્રેન્‍ડની યાદમાં ચાની દુકાન શરૂ કરી હતી.

ચિન્‍ટુ પોતાની આ દુકાનમાં ચા ઉપરાંત મીઠા અને નમકીન બિસ્‍કિટ પણ વેચે છે.ચિન્‍ટુએ જણાવ્‍યું હતું કે, તેની દુકાને રોજ ૭૦ લિટર દૂધની ચા બને છે અને સામાન્‍ય રીતે દરરોજ ૫૦૦થી ૧,૦૦૦ કપ ચા વેચાઈ જાય છે.

આ દુકાન દરરોજ સવારે ૩:૩૦ થી ૧૧ વાગ્‍યા સુધી અને ફરીથી સાંજે ૫ થી ૧૦ વાગ્‍યા સુધી ચાલુ રહે છે.

દુકાનમાં ચા પીવા આવેલા ગ્રાહક રાજુએ જણાવ્‍યું હતું કે, નજીકની દુકાનની ચા કરતાં બેવફા ચાવાળાની ચા ઘણી સારી છે, તેનો સ્‍વાદ પણ ઉત્તમ હોય છે અને ચા પીવાથી આખો દિવસનો થાક દૂર થાય છે.

(10:37 am IST)