Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

ઈકવાડોરમાં ૬.૭ના મહાવિનાશક ભૂકંપના આંચકા: અનેક ઇમારતોને નુકસા: ૧૩ ના મોત

ઇક્વાડોરના દક્ષિણી કિનારે ૬.૭ની તીવ્રતાનો મહા ભૂકંપ આવ્યો છે, જેમાં અત્યાર સુધીમાં પ્રારંભિક અહેવાલ મુજબ ઓછામાં ઓછા ૧૩ લોકોના મોત થયા છે. ઇક્વાડોરના અડધાથી વધુ પ્રાંતોમાં જોરદાર આંચકા અનુભવાયા હતા. 
 
આ દેશના અનેક શહેરોમાં ઈમારતોને નુકસાન પહોંચ્યું છે. અલ ઓરુ પ્રાંત ભૂકંપથી સૌથી વધુ પ્રભાવિત છે, જ્યાં ૧૧ ના મોત થયા છે. જ્યારે અઝુએ પ્રાંતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
 
 
 

 

(10:40 am IST)