Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

તામિલનાડુમા આયરલેન્‍ડનો વિદ્યાર્થી મળ્‍યો કોરોના સંક્રમિત

ચેન્નાઇઃ  આયરલેન્‍ડનો ર૧ વર્ષીય એક વિદ્યાર્થીને કોરોના વાયરસ સંક્રમણની પુષ્‍ટિ થઇ છે. તામિલનાડુના  સ્‍વાસ્‍થ્‍ય મંત્રી સી. વિજયભાસ્‍કરએ ગુરુવારના આ જાણકારી આપી. વિજય ભાસ્‍કરએ એક ટવિટમાં કહ્યું કે વિદ્યાર્થી ૧૭ માર્ચના ડબલિનથી આવ્‍યો હતો અને ઘર પર જ રહ્યો હતો.

મંત્રીએ કહ્યું કે ૧૮ માર્ચના વિદ્યાર્થીને કોરોના વાયરસના લક્ષણ સામે આવવાથી તેને રાજીવ ગાંધી જનરલ હોસ્‍પિટલને સૂચના આપી હતી. તેના લોહીના પરિક્ષણમા કોરોના હોવાની પુષ્‍ટિ થઇ છે. મંત્રીના મુતાબિક દર્દીની હાલત સ્‍થિર છે.  દવાખાનામા આઇસોલેશન વોર્ડમા રાખવામાં આવ્‍યો છે. આઇસોલેશન વોર્ડમા ૧૧ર૦ બેડ છે અને ૩૯ લોકો દાખલ થયા છે. અત્‍યાર સુધીમાં ૩ર૦ લોકોના નમુનાની તપાસ થઇ ચુકી છે.

(11:22 pm IST)