Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

વિડીયો : રવિવારે જનતા કર્ફ્યુની જાહેરાત કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી : સવારે 7થી રાત્રે 9 સુધી ઘર બહાર નહીં નીકળવું

સાંજે 5 વાગ્યે તાલી -ઘંટી-થાળી વગાડી ડોક્ટર્સ-નર્સ-પોલીસ સહીત સેવા કરી રહેલ સહુનો આભાર માનવા પીએમની હાકલ : સાયરન વગાડાશે : પીએમ મોદીએ કહ્યું - દરેક દેશવાસીઓનું સજાગ રહેવું જરુરી - વિશ્વ આ સમયે ઘણા મોટા ગંભીર સમયમાંથી પસાર થઈ રહ્યું છે - આજે આપણે સંકલ્પ લેવા પડશે કે આપણે સ્વંય સંક્રમિત થવાથી બચીશું અને બીજાને પણ સંક્રમિત થવાથી બચાવીશું - આવાસ્યક વસ્તુઓ નો પૂરતો જથ્થો છે દેશમાં, લોકોએ સંગ્રહખોરી કે ચિંતા ન કરવી

નવી દિલ્હીઃ કોરોના વાયરસે ચીન બાદ વિશ્વભરમાં કહેર વર્તાવ્યો છે વિદેશ બાદ દેશમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. દેશમાં અત્યાર સુધી કુલ 180 કેસ સામે આવી ચુક્યા છે જ્યારે કોરોનાને કારણે 4 લોકોના મોત પણ થયા છે. દેશમાં કોરોનાને રોકવા માટે કેન્દ્ર અને રાજ્યની સરકારો અનેક પગલા ભરી રહી છે. અનેક રાજ્યોમાં શાળા, કોલેજ, સિનેમાઘર, સ્વિમિંગ પુલ સહિત અનેક વસ્તુ બંધ કરી દેવામાં આવી છે. ઘણા રાજ્યોમાં તો મંદિરો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. ધાર્મિક અને સામાજીક કાર્યક્રમો યોજવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ કોરોના વાયરસ પર વડાપ્રધાન મોદી દેશની જનતાને સંબોધિત કર્યું હતું

22મીએ રવિવારે સવારે 7 થી રાત્રે 9 સુધી સમગ્ર દેશમાં કોઈપણ નાગરિક ઘરબહાર ન નીકળે,22 માર્ચે જનતા કર્ફ્યુ સફળ બનાવશો,આવાનરી સ્થિતિ માટે આપણને આ જનતા કર્ફ્યુ તૈયાર કરશે,તમામ સંસ્થા-ધાર્મિક -સામાજિક સંગઠનોને જનતા કર્ફ્યુ માટે લોકોને જાગૃત કરવા નરેન્દ્રભાઈએ લાઈવ પ્રસારણમાં હાકલ કરી છે 

22 માર્ચ રવિવારે સાંજે 5 વાગ્યે સાયરન વગાડી જાતની પરવાહ વિના સેવા કરી રહેલ ડોક્ટર્સ,નર્સો,પોલીસ,સરકારી,મીડિયા,રેલવે,ઓટો,બસ,સાથે જોડાયેલા તમામનો 5 મિનિટ સુધી તાલી થાળી,ઘંટી,બજાવી તેમનો આભાર વ્યક્ત કરવા નરેન્દ્રભાઈ મોદીએ હાકલ કરી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધનના મુખ્ય અંશો આ મુજબ છે 

- કોરોના મહામારીથી ઊભી થઈ રહેલા આર્થિક પડકારને ધ્યાનમાં રાખતા, નાણાપ્રધાનના નેતૃત્વમાં સરકારે એક કોવિડ-19 Economic Response Task Forceની રચના કરવાનો નિર્ણય લીધો છે. 

- સંકટના આ સમયમાં તમારે કે પણ ધ્યાન રાખવું જરૂરી છે આપણી જરૂરી સેવાઓ પર, આપણી હોસ્પિટલ પર દવાબ સતત વધી રહ્યો છે. તેમા મારો તમને આગ્રહ છે કે રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ જવાથી જેટલા બચી શકો એટલા બચો. 

- હું ઈચ્છુ છું કે 22 માર્ચે રવિવારના દિવસે આપણે લોકોનો આભાર માનીએ. રવિવારે સાંજે 5 કલાકે, આપણે ઘરના દરવાજા પર ઉભા રહીને. બાલ્કનીમાં, બારીની સાથે ઉભા થઈને 5 મિનિટ સુધી લોકોનો આભાર વ્યક્ત કરીએ. 

- આ કોરોના જેવી વૈશ્વિક મહામારી વિરુદ્ધ લડાઈ માટે ભારત કેટલું તૈયાર છે, તે જોવા અને કસોટી કરવાનો પણ સમય છે. તમારા આ પ્રયાસો વચ્ચે, જનતા કર્ફ્યૂના દિવસે 22 માર્ચે હું તમારો વધુ સહયોગ ઈચ્છુ છું. 

- સંભવ હોય તો દરેક વ્યક્તિ પ્રતિદિન ઓછામાં ઓછા 10 લોકોને ફોન કરીને કોરોના વાયરસના બચાવના ઉપાયોની સાથે જનતા કર્ફ્યૂ વિશે જણાવો. 

- આ રવિવાર એટલે કે 22 માર્ચે સવારે 7 કલાકથી રાત્રે 9 કલાક સુધી, બધા દેશવાસીઓએ જનતા-કર્ફ્યૂનું પાલન કરવાનું છે. 

- 22 માર્ચે આપણે આ પ્રયાસ. આપણા આત્મ-સંયમ, દેશહિતમાં કર્તવ્ય પાલનના સંકલ્પનું એક પ્રતીક હશે. 22 માર્ચે જનતા-કર્ફ્યૂની સફળતા, તેના અનુભવ, આપણને આવનારા પડકાર માટે પણ તૈયાર કરશે. 

- હું આજે પ્રત્યેક દેશવાસી પાસે વધુ એક સમર્થન માગી રહ્યો છું. આ છે જનતા કર્ફ્યૂ. જનતા કર્ફ્યૂ એટલે કે જનતા માટે જનતા દ્વારા ખુદ પર લગાવવામાં આવેલ કર્ફ્યૂ. 

- મારો વધુ એક આગ્રહ છે કે આપણા પરિવારમાં જે પણ સીનિયર સિટિઝન હોય, 65 વર્ષની ઉંમરની ઉપરના વ્યક્તિ હોય, તેને થોડા સમય સુધી ઘરની બહાર ન કાઢો. 

- આ માટે મારો તમામ દેશવાસીઓને તે આગ્રહ છે કે આવનારા કેટલાક સપ્તાહ સુધી, જ્યારે ખુબ જરૂરી ન હોય તો પોતાના ઘરની બહાર ન નિકળો. જેટલું સંભવ બની શકે તમારૂ કામ, ભલે બિઝનેસ હોય, ઓફિસનું હોય, પોતાના ઘરેથી કરો. 

- સાવચેત રહેવાની રીત શું છે? ભીડથી બચવું, ઘરથી બહાર નિકળવાથી બચવું. આજકાલ જેને Social Distancing કહેવામાં આવી રહ્યું છે, કોરોના વૈશ્વિક મહામારીના આ સમયમાં આ ખુબ જરૂરી છે. 

- તેવી સ્થિતિમાં, જ્યારે આ બીમારીની કોઈ દવા નથી તો આપણે ખુદને સ્વસ્થ રાખવા ખુબ જરૂરી છે. આ બીમારીથી બચવા અને ખુદને સ્વસ્થ બન્યા રહેવા માટે જરૂરી સંયમ છે.

- આજે આપણે તે સંકલ્પ લેવાનો છે કે આપણે સ્વયં સંક્રમિત હોવાથી બચવાનું છે અને બીજાને પણ બચાવીશું. 

- આજે જ્યારે મોટા-મોટા અને વિકસિત દેશોમાં આપણે કોરોના મહામારીનો વ્યાપક પ્રભાવ જોઈ રહ્યાં છીએ તો ભારત પર તેનો કોઈ પ્રભાવ પડશે નહીં, આ માનવું ખોટુ છે. 

- ઘણા દેશોમાં શરૂઆતી થોડા દિવસ બાદ અચાનક બીમારીનો વિસ્ફોટ થયો છે. આ દેશોમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા ખુબ ઝડપથી વધી રહી છે. ભારત સરકાર આ સ્થિતિ પર, કોરોનાના ફેલાવના આ ટ્રેક રેકોર્ડ પર નજર રાખી રહી છે. 

- અત્યાર સુધી વિજ્ઞાને કોરોના મહામારીથી બચવા માટે કોઈ ચોક્કસ ઉપાય શોધી શક્યું નથી અને ન તો તેની કોઈ રસી બની છે. આવી સ્થિતિમાં ચિંતા વધવી ખુબ સ્વાભાવિક છે.

- હું બધા દેશવાસીઓ પાસે કંઇક માગવા આવ્યો છું. મને તમારા આવનારા કેટલાક સપ્તાહ જોઈએ. તમારો આવનારો કેટલોક સમય જોઈએ. 

- સાથિઓ, તમારી પાસે મેં જે પણ માગ્યુ છે, મને ક્યારેય દેશવાસીઓએ નિરાશ કર્યા નથી. આ તમારા આશીર્વાદની શક્તિ છે કે અમારો પ્રયાસ સફળ થાય છે. 

- વૈશ્વિક મહામારી કોરોનાથી ચોક્કસ થઈ જવાનો વિચાર યોગ્ય નથી. તેથી પ્રત્યેક ભારતવાસી સજાગ રહે, સતર્ક રહેવું ખુબ જરૂરી છે. 

- ભારતે કોરોના વૈશ્વિક મહામારીનો મજબૂત મુકાબલો કર્યો છે, જરૂરી સાવધાની રાખી છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી એવું પણ લાગી રહ્યું છે કે જેમ આપણે સંકટથી બચેલા છીએ,  બધુ યોગ્ય છે. 

- સામાન્ય રીતે જ્યારે કોઈ પ્રાકૃતિક સંકટ આવે છે તો તે કેટલાક દેશો કે રાજ્યો સુધી સીમિત રહે છે. પરંતુ આ વખતે આ સંકટ એવું છે, જેણે વિશ્વભરની માનવજાતિને સંકટમાં મુકી દીધી છેઃ પીએમ મોદી 

- વિશ્વ સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આ સંકટે માનવ જાતિને સંકટમાં મુકી છે. જ્યારે પ્રથમ કે બીજુ વિશ્વયુદ્ધ થયું તો વિશ્વના દેશો એટલા પ્રભાવિત ન થયા ગતા જેટલા આ વાયરસના સંકટથી થયા છે.

કોરોના વાયરસ સામે લડત માટે પ્રજાને જાગૃત કરવા રાષ્ટ્રજોગ પ્રવચન કર્યું હતું તેઓએ કોરોના વાયરસથી રક્ષણ માટે ભીડથી બચવા કહ્યું હતું

સંયમ કેળવવા હાલક કરતા નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે ભીડથી બચવું, ઘરથી બહાર નિકળવાથી બચવું. આજકાલ જેને Social Distancing કહેવામાં આવી રહ્યું છે. કોરોના વૈશ્વિક મહામારીના દોરમાં આ ઘણું આવશ્યક છે

આવી સ્થિતિમાં જ્યારે બિમારીની કોઈ દવા નથી તો આપણે પોતે સ્વસ્થ બન્યા રહીએ તે ઘણું આવશ્યક છે. આ બિમારીથી બચવા અને પોતાને સ્વસ્થ બન્યા રહેવા માટે સંયમ જરુરી છે

આજે આપણે સંકલ્પ લેવા પડશે કે આપણે સ્વંય સંક્રમિત થવાથી બચીશું અને બીજાને પણ સંક્રમિત થવાથી બચાવીશું

આજે મોટા-મોટા અને વિકસિત દેશોમાં આપણે કોરોના મહામારીનો વ્યાપક પ્રભાવ જોઈ રહ્યા છીએ તો ભારત પર તેનો કોઈ પ્રભાવ નહીં પડે તે માનવું ભૂલ છે

ઘણા દેશોમાં શરુઆતના કેટલાક દિવસો પછી અચાનક બિમારીનો જેવો વિસ્ફોટ થયો છે. આ દેશોમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા ઘણી ઝડપથી વધી છે. ભારત સરકાર આ સ્થિત પર, કોરોનાના ફેલાવવાના ટ્રેડ રેકોર્ડ પર પૂરી રીતે નજર રાખી રહ્યા છીએ
અત્યાર સુધી વિજ્ઞાન કોરોના મહામારીથી બચવા માટે કોઈ નિશ્ચિત ઉપાય બતાવ્યો નથી અને વેક્સીન પણ બની નથી. આવી સ્થિતિમાં ચિંતા વધવી સ્વાભાવિક છે

હું બધા દેશવાસીઓ પાસે કશુંક માંગવા આવ્યો છું. મને તમારા આવનાર કેટલાક સપ્તાહ જોઈએ છે. તમારો આવનારો કેટલોક સમય જોઈએ છે

સાથીઓ મેં તમારી પાસે જે પણ માંગ્યું છે, મને ક્યારેય દેશવાસીઓએ નિરાશ કર્યો નથી. તમારા આર્શીવાદની તાકાતથી અમારા પ્રયત્ન સફળ થાય છે
કોરોના વૈશ્વિક મહામારીનો લડીને મુકાબલો કર્યો છે. જરુરી સાવધાની રાખવાની છે
જ્યારે કોઈ પ્રાકૃતિક સંકટ આવે છે તો કેટલાક દેશો અને રાજ્યો સુધી જ સિમિત રહે છે પણ આ વખતે સંકટ એવું છે જેણે વિશ્વભરમાં આખી માનવજાતિને સંકટમાં મુકી દીધું છે
આખું વિશ્વ આ સમયે ઘણા મોટા ગંભીર સમયમાંથી પસાર થઈ રહ્યું છે પીએમ મોદીએ કહ્યું - દરેક દેશવાસીઓનું સજાગ રહેવું જરુરી

(9:24 pm IST)