Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

બ્લેક વોરંટ વાંચી કોઇપણ નરાધમો ધ્રુજી શકે : રિપોર્ટ

મૃત્યુ સુધી ફાંસી પર લટકાવવાની લાઈનો હોય છે : કાગળમાં ફાંસી સાથે જોડાયેલી તમામ માહિતી ભરવામાં આવે છે : આ કાગળ ફરી કોર્ટમાં મોકલાય છે : અહેવાલ

નવી દિલ્હી, તા. ૧૯ : નિર્ભયા ગેંગરેપના મામલામાં ચાર દોષિતોને આવતીકાલે ૨૦મી માર્ચના દિવસે ફાંસી આપવામાં આવનાર છે. ફાંસી માટે કોર્ટ ડેથ વોરંટ જારી કરે છે જેને બ્લેક વોરંટ કહેવામાં આવે છે. બ્લેક વોરંટ શું છે અને તેમાં શુ લખવામાં આવે છે તેને લઇને હંમેશા ચર્ચાઓ રહે છે. આવતીકાલે ચાર અપરાધીઓને ફાંસી આપવામાં આવનાર છે ત્યારે મામલો ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે. ફોર્મ નંબર ૪૨માં ખુબ કઠોર ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. મોતના વોરંટમાં લખવામાં આવેલી લાઈનો સારા સારા અપરાધીઓની ઉંઘ હરામ કરી નાંખે છે. ફોર્મ નંબર ૪૨માં લખવામાં આવે છે કે, આને મરી જવા સુધી ફાંસી ઉપર લટકાવીને રાખવામાં આવે. અપરાધીઓની ઉંઘ હરામ કરી દેવા માટે લાઈન પુરતી તરીકે છે. કાનૂની ભાષામાં તેને બ્લેક વોરંટ અથવા ડેથ વોરંટ પણ કહેવામાં આવે છે.

          આ આદેશ છે જેના બાદ મૃૃત્યુદંડની સજા પામેલા કેદીને ફાંસી ઉપર લટકાવવામાં આવે છે. નિર્ભયાના દોષિતો માટે ૨૦મી માર્ચના દિવસે પહેલાથી ડેથ વોરંટ જારી કરવામાં આવી ચુક્યું છે. અપરાધીઓને હવે આવતીકાલે ફાંસી આપવામાં આવનાર છે ત્યારે ડેથ વોરંટના સંદર્ભમાં વિગત સપાટી ઉપર આવી છે. સાદી ભાષામાં કહેવામાં આવે તો ફાંસી સાથે જોડાયેલી સત્તાવાર માહિતી તેમાં હોય છે. આમા કોર્ટ કહે છે કે, ફાંસી ક્યારે કોને અને ક્યાં થશે. કોર્ટ તરફથી જાણકારી જેલના ઇન્ચાર્જને સોંપવામાં આવે છે. નિર્ભયાના મામલામાં ચારેય નરાધમોના તમામ કાનૂની દાંવપેચ નિષ્ફળ રહ્યા બાદ આવતીકાલે સવારે તેમને ફાંસી આપવામાં આવનાર છે. ફાંસી ઉપર રોક માટેની અપરાધીઓની અરજી આજે ફગાવી દેવાઈ હતી.

(7:47 pm IST)