Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ સક્રિય : ઉચ્ચ સ્તર પર બેઠકોનો દોર જારી રહ્યો

કોરોના વાયરસને રોકવાના હેતુસર પગલાઓ : મહારાષ્ટ્રમાં લોકોને બહાર ન નિકળવા માટેની સૂચનાઓ

નવીદિલ્હી, તા. ૧૯ : કોરોના વાયરસના આતંક વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ બેઠકોનો દોર યોજવામાં આવી રહ્યો છે. કોરોના વાયરસને રોકવા તમામ પ્રયાસો વચ્ચે વડાપ્રધાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. વ્યક્તિગતો સાથે સક્રિયરીતે વ્યસ્ત રહેવાની અપીલ પણ કરવામાં આવી છે. કોરોના વાયરસ સામે લડવા નવી વ્યવસ્થા ઘડી કાઢવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે. ભારતમાં કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે પ્રકારની વ્યવસ્થા અમલી કરવા માટે સૂચના આવી રહી છે. પંજાબમાં આજે કોરોના વાયરસથી વધુ એકનું મોત થયું હતું.

        બીજી બાજુ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે, કોરોના વાયરસને રોકવાના પ્રયાસોમાં મદદરુપ થવા માટે જો જરૂર હોય તો તેમના ઘરથી બહાર નિકળવા લોકોને કહેવામાં આવ્યું છે. તમામ બિનજરૂરી યાત્રા ટાળવા માટેની સૂચના આપવામાં આવી છે. પંજાબમાં કોરોનાના કેસોની સંખ્યા ચિંતાજનકરીતે વધી રહી છે. ૩૧મી માર્ચ સુધી તમામ કાર્યક્રમોને હાલપુરતા મોકૂફ રાખવામાં આવી રહ્યા છે. એકલા મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોની સંખ્યા ૪૭થી ઉપર પહોંચી છે.

(7:41 pm IST)