Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

કોરોનાના કારણે બોલિવૂડ કરતા ટેલિવૂડને 1 હજારથી 2 હજાર કરોડ સુધીનું નુકશાન સહન કરવુ પડશે

મુંબઇ: કોરોના વાયરસની અસર ન માત્ર દેશમાં પરંતુ સમગ્ર વિશ્વમાં વ્યાપક રીતે ફેલાઈ ગઈ છે. દરેક કોઈના બિઝનેસનું દેવાળિયું ફૂંકાઈ રહ્યું છે. સૌથી વધુ જો ભારત દેશની વાત કરીએ તો એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીઝ પર પડી રહી છે. બોલિવુડમાં જ્યાં આંકડા 700-800 કરોડની આસપાસના નુકસાન પર જાય છે, તો ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં આ નુકસાનનો આંકડો અનેક ગણો વધુ નજર આવી રહ્યો છે. ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહટાનું કહેવુ છે કે, ભારત દેશમાં ટીવી ઈન્ડસ્ટ્રીઝ બહુ જ મોટી છે અને તેના લોકડાઉનથી ટીવી ઈન્ડસ્ટ્રીઝને 1000થી 2000 કરોડ સુધીનું નુકસાન સહન કરવું પડશે. નુકસાનનો આ આંકડો હજી વધી શકે છે. પરંતુ તેની ભરપાઈ કરવી આગામા સમયમાં તો અશક્ય છે.

પ્રાઈમ ટાઈમ શોઝને થશે ભારે નુકસાન

જેમ કે આપણે બધા જાણીએ છીએ, કે ટીવીની જો વાત કરીએ તો 4 થી 5 કલાકનો પ્રાઈમ ટાઈમ હોય છે. જેમાં ફિક્શન, નોન ફિક્શન સોશ હોય છે અને મોટા બજેટના રિયાલિટી શો હોય છે. જેના પર દરેક દિવસનો ખર્ચ 50 લાખથી 1 કરોડની વચ્ચેનો ખર્ચ થાય છે. શોમાં જજ, એક્ટર્સના વળતરને પણ જોવામાં આવે છે. આવામાં અનેક રિયાલિટી શો કેન્સલ કરવામાં આવ્યા છે. અનેક ચેટ શોનું શુટિંગ રોકી દેવાયુ્ છે. જેનાથી આ નુકસાનનો આંકડો લોક ડાઉન ખૂલ્યા બાદ જ પૂરી રીતે માપવામાં આવી શકશે.

ટીવી ઈન્ડસ્ટ્રીઝ એક મોટી ગ્રોઈંગ ઈન્ડસ્ટ્રીઝ છે

ફિલ્મ ક્રિટીક્સ ઈન્દ્રમોહન પન્નુજીનું કહેવુ છે કે, ભારત ટીવી ઈન્ડસ્ટ્રીઝ એક મોટી ગ્રોઈંગ ઈન્ડસ્ટ્રીઝ છે. એક બહુ જ મોટું માર્કેટ છે, અને આ લોક ડાઉનનું બહુ મોટું નુકસાન અહીંના લોકોને થયું છે અને વધુ કરીને ડેઈલી બેઝિસ પર કામ કરનારા વર્કર્સને થયો છે. પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ મંગળવારે એક સ્ટેટમેન્ટ જાહેર કરીને કહ્યું હતું કે, વર્કર્સ રિલીફ ફંડ અંતર્ગત તેઓ ડેઈલી કામ કરનારા કર્મચારીઓને સહુલિયત મહેનતાણુ આપશે. બોલિવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રીઝ હાલ પોતાનું કામકાજ સમેટી લેવાની પૂરતી તૈયારીમાં છે. હાલ તો આ લોકડાઉન 31 માર્ચ સુધીનું છે. પરંતુ દરેક કોઈને આ ડર છે કે, આ સમયગાળો હજી વધારવો જોઈએ.

(4:58 pm IST)