Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

બ્‍લડ ગ્રુપ-‘એ'ને કોરોનાથી સૌથી વધુ અને બલ્‍ડ ગ્રુપ ‘ઓ'ને સૌથી ઓછુ રિસ્‍કઃ રિસર્ચરોનો દાવો

નવી દિલ્હી: હાલમાં કોરોના વિશે જાતજાતના રિસર્ચ થઈ રહ્યા છે. હાલમાં ચીનના ક્લિનિકલ રિસર્ચરોએ દાવો કર્યો છે કે કોરોના વાયરસ બ્લડ ગ્રુપ જોઈને હુમલો કરે છે. રિસર્ચરોના દાવા પ્રમાણે બ્લેડ ગ્રુપ Aને કોરોનાથી સૌથી વધારે રિસ્ક છે અને બ્લડ ગ્રુપ Oને સૌથી ઓછું. ચીનમાં આ રીતે પહેલીવાર સંશોધન થયું છે. આ રિસર્ચ કોરોનાથી પ્રભાવિત વુહાનના રેનમિન, જિનિંતાન અને શેનઝેન હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. આ અભ્યાસ ચીનના રિસર્ચ મેગેઝિન MedRxivમાં છપાયો છે અને એને ચીનના ન્યૂઝ પેપલ ગ્લોબલ ટાઇમ્સે પબ્લિશ કર્યો છે.

આ અભ્યાસ પરથી ખબર પડી છે કે બ્લડ ગ્રુપ B અને AB પ્રત્યે કોરોનાનો વ્યવહાર સમાન છે પણ બ્લડ ગ્રુપ O વાળાને કોરોનાનો ટાર્ગેટ બહુ જલ્દી નથી બનતા. જોકે ભારતીય ડોક્ટર્સ આ રિસર્ચ વિશે અલગઅલગ પ્રતિભાવ ધરાવે છે. અપોલો હોસ્પિટલના ડોક્ટર ગૌરવ ખરયા કહે છે કે કેટલાક ખાસ કિસ્સાઓમાં એવું જોવા મળે છે કે અમુક બ્લડ ગ્રુપવાળા બહુ જલ્દી બીમારીનો ભોગ બને છે. બ્લડ ગ્રુપ Oમાં સિકલ સેલના દર્દીઓ વધારે હોય છે અને વળી ચાઇનીઝ સ્ટડીની સેમ્પલ સાઇઝ ઓછી છે. ડોક્ટર્સનું માનવું છે કે કોરોના વાયરસ નવો હોવાથી કોઈ તાત્કાલિક નિર્ણય ન લઈ શકાય.

NDMCની આર્યુવેદિક હોસ્પિટલના પૂર્વ ચીફ મેડિકલ ઓફિસર ડી.એમ. ત્રિપાઠી કહે છે કે હકીકતમાં કોરોનાનો સંબંધ બ્લડ ગ્રુપ સાથે નહીં પણ નબળી રોગપ્રતિકારક શક્તિ સાથે છે. વધારે વય ધરાવતી ધરાવતી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. આમ, કોરોનાનો ચેપ તમારી અંદર લડવાની રોગપ્રતિકારક શક્તિ પર વધારે આધાર રાખે છે.

(4:57 pm IST)