Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

ઉધરસ-તાવ જેવા લક્ષણો ધરાવતા લોકોને ઘરમાં આઇસોલેશનમાં રહેવાની સલાહઃ આ મુશ્‍કેલ સમયમાં કોરોના સિવાયના લક્ષણો ધરાવતા દર્દીઓની તપાસ નહીં કરાયઃ યુકેના પ્રધાનમંત્રી બોરિસ જોનસન

બેઇજિંગ : એક તરફ યુનાઇટેડ કિંગડમમાં નવા કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા રોજ 30 ટકાના દરે વધી રહી છે ત્યારે બીજી તરફ કોરોનાના દર્દીઓનો ઇલાજ સામાન્ય રીતે કરવામાં આવી રહ્યો છે. UKના પ્રધાનમંત્રી બોરિસ જોનસને જાહેર કર્યું છે કે આ મુશ્કેલ સમયમાં કોરોના સિવાયના લક્ષણો ધરાવતા દર્દીઓની તપાસ નહીં કરવામાં આવે. આ સિવાય ઉધરસ અને તાવ જેવા લક્ષણો ધરાવતા લોકોને સાત દિવસ માટે ઘરમાં આઇસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. 

UKમાં કેટલાક મેડિકલ રિસર્ચ ઓર્ગનાઇઝેશને કલેક્ટિવ ડિફેન્સની સલાહ સામે વિરોધ વ્યક્ત કર્યો છે. 600થી વધારે UK વૈજ્ઞાનિકોએ ઓપન લેટર લખીને વિરોધ કર્યો છે અને નાગરિકો સરકાર પર સકારાત્મક પગલાં ભરવા માટે દબાણ કરી રહ્યા છે. હવે જનતાના વિરોધ પછી UKના વડાપ્રધાન બોરિસ જોન્સને 16 માર્ચે જાહેરાત કરી છે કે UK ચોક્કસપણે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે યોગ્ય પગલાં લેશે. આ સિવાય ઉધરસ અને તાવ જેવા લક્ષણો ધરાવતા લોકોને ઘરમાં 14 દિવસો માટે આઇસોલેશનમાં રાખવામાં આવશે.

આ મામલે વિપક્ષી નેતા જેરેમી કોર્બેને કહ્યું છે કે ''જો આ ભયંકર રોગનો પ્રકોપ આવશે તો હોસ્પિટલ ગંભીર રીતે બીમાર દર્દીઓને દાખલ કરવા માટે અસમર્થ હશે કારણ કે બ્રિટને 10 વર્ષ માટે સાર્વજનિક સેવાના ખર્ચામાં ઘટાડો કર્યો છે. આના કારણે બ્રિટનમાં મેડિકલ સુવિધાઓ નબળી પડી છે. 30 વર્ષ પહેલાંની સરખામણીમાં બ્રિટનમાં હવે હોસ્પિટલમાં માત્ર 1.5 લાખ બેડ છે અને હજારો ડોક્ટર અને નર્સ ડ્યુટી પર નથી.''

(4:56 pm IST)