Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

ભારતમાં 36 દેશોમાંથી આવનાર મુસાફરોના પ્રવેશ પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો

આ સિવાયના દેશના ઓવરસીઝ સિટીઝન ઑફ ઈન્ડિયા કાર્ડધારકોને ભારતમાં પ્રવેશ માટે ભારતીય મિશનોથી નવા વિઝા લેવા પડશે.

નવી દિલ્હી : ભારત સરકારે 36 દેશોમાંથી આવનાર મુસાફરોના પ્રવેશ પર અસ્થાયી રોક લગાવી દીધી છે. 11 દેશોના મુસાફરોને અનિવાર્ય રીતે અલગ રાખવામાં આવશે. ગૃહ મંત્રાલયે આ જાણકારી આપી છે. મંત્રાલય અનુસાર પ્રતિબંધિત દેશોને છોડીને ઓવરસીઝ સિટીઝન ઑફ ઈન્ડિયા કાર્ડધારકોને ભારતમાં પ્રવેશ માટે ભારતીય મિશનોથી નવા વિઝા લેવા પડશે.

મંત્રાલયના પ્રવક્તા અનુસાર કોઈ પણ એરલાઈન ઑસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બુલ્ગારિયા, ક્રોએશિયા, સાઈપ્રસ, ચેક ગણરાજ્ય, ડેનમાર્ક, એસ્ટોનિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, આઈસલેન્ડ, હંગરી, આયરલેન્ડ, ઈટલી, લાતવિયા, લિકટેસ્ટીન, લિથુઆનિયા, લક્ઝમબર્ગ, માલ્ટા, નેધરલેન્ડ, નોર્વે, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, સ્લોવાકિયા, સ્લોવેનિયા, સ્પેન, સ્વીડન, સ્વિટ્ઝર્લેન્ડ, તુર્કી, બ્રિટનથી કોઈ પણ મુસાફરને ભારત લાવશે નહીં. 17 માર્ચથી એરલાઈનો તરફથી ફિલિપાઈન્સ, મલેશિયા અને અફઘાનિસ્તાનથી મુસાફરો લાવવા પર પણ રોક લગાવી દીધી છે.

(1:10 pm IST)