Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

ડાન્સ કરતાં-કરતાં હાથ ધોતા કેરળના પોલીસના વિડિયોએ દિલ જીતી લીધું

કોચી,તા.૧૯: કોરોના વાઇરસના રોગચાળાના માહોલમાં આખી દુનિયાના આરોગ્ય નિષ્ણાંતો અનેક પ્રકારની સુચનાઓ બહાર પાડી રહ્યા છે.

 એમાં મુખ્ય યોગ્ય રીતે હાથ ધોતા રહેવાની સૂચના છે. લોકોને હાથ ધોતા રહેવા સહિતની સાવચેતીની સૂચનાઓ આપતા વિડિયો તો અભિનેતા અમિતાભ બચ્ચન અને કોંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી સહિત અનેક મહાનુભાવોએ બહાર પાડ્યા છે, પરંતુ કેરળના સ્ટેટ પોલીસ મીડિયા સેન્ટરના ફેસબુક પેજ પર પોસ્ટ કરવામાં આવેલા વિડિયોમાં હાથ ધોવાની ખરી પદ્ઘતિ દર્શાવવામાં આવી છે.

વિડિયોમાં છ પોલીસ અધિકારીઓ મલયાલમ ગીતના તાલે નાચતાં-નાચતાં હાથ ધોવાની ખરી રીત દર્શાવે છે. વિડિયો શેર કર્યાના ૧૬ કલાકમાં એને ૩૧,૦૦૦ વખત શેર કરવામાં આવ્યો હતો અને ૨૫,૦૦૦ રિએકશન્સ મળ્યાં હતાં

(11:38 am IST)