Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

કોરોનાને કારણે વિશ્વમાં આવશે આર્થિક સંકટ

દોઢ કરોડથી પણ વધારે લોકો બેરોજગાર થવાની આશંકા

યુનો તા. ૧૯ : સંયુકત રાષ્ટ્રે કોરોના વાયરસને લઈ જણાવ્યું હતું કે, આ મહામારીના કારણે દુનિયાભરમાંથી ઝડપથી વધી રહી છે બેરોજગારી. આ મહામારીના કારણે થોડા સમયમાં જ દોઢ કરોડથી પણ વધારે લોકો બેરોજગાર થવાના છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠને પોતાના તાજેતરના કરેલા સર્વેમાં જણાવ્યું છે કે, કોરોના વાયરસના કારણે ઉત્પન્ન થયેલા આર્થિક સંકટના કારણે લગભગ દોઢ કરોડથી પણ વધારે લોકો બેરોજગાર થવાના છે.

સંયુકત રાષ્ટ્રએ સાથે સાથે એવું પણ જણાવ્યું હતું કે, ૨૦૨૦માં ૩૪૦૦ અબજ ડોલરનું નુકસાન થવાનુ છે. જેના કારણે કર્મચારીઓને મોટી આર્થિક તંગીનો સામનો કરવો પડશે.

દુનિયામાં કોરોના વાઈરસથી ઈન્ફેકટેડ લોકોની સંખ્યા બુધવાર સવાર સુધી ૧,૯૮,૨૪૧ થઈ ગઈ છે. ૧૬૫ દેશ કોરોના વાઈરસથી પ્રભાવિત છે. મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ૭,૯૬૫ થઈ ગઈ છે. ૮૧,૭૪૩ લોકોને ઈન્ફેકશન થયા પછી તેઓ સાજા થઈ ગયા છે. વિશ્વભરમાં કોરાનાથી ૨ લાખ લોકો સંક્રમિત થયા છે. ફ્રાંસની દવા કંપની સનોફી અને અમેરિકાની દવા કંપની રેજરરોને દાવો કર્યો છે કે, નવી દવા કેવજરાનું કિલનીક પરીક્ષણ શરૂ કરી દેવાયું છે. રશિયામાં પણ વૈજ્ઞાનિકોની ટીમે ટીકાકરણ શરૂ કરી દીધું છે. તહેરાકમાં સર્વોચ્ચય નેતા અયાતુલ્લા ખોમનેઈએ કોરોના વાયરસને પગલે અનાવશ્યક યાત્રા પર પાબંદીનો આદેશ કર્યો છે. ભારતમાં સતત કેસો વધી રહ્યાં છે. આંક ૧૫૨હ્ય્ પહોંચ્યો છે.

ભારતમાં કોરોના  વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ભારતમાં દર્દીઓની સંખ્યા ૧૫૦એ પહોંચી છે. દેશભરમાં કોરોનાના ૫૨ ટેસ્ટિંગ સેન્ટર છે. આ સિવાય ૫૭ સેમ્પલ એકઠા કરવા માટે સેન્ટર બનાવ્યા છે. સરકાર તરફથી ૩૦થી ૪૦ હજાર લોકો પર નજર રખાઈ રહી છે. દેશમાં ૩૦ એરપોર્ટ પર સ્ક્રીનીંગની વ્યવસ્થા કરાઈ છે. કોરોના વાયરસના કારણે કર્ણાટકમાં એક વૃદ્ઘનું અને દિલ્હીમાં એક મહિલાનું મોત થયું છે. ભારતમાં કોરોના  વાયરસના ૩ મોત થયા છે.

(10:27 am IST)