Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

BMC નક્કી કરશે કયારે કયા બજાર ખુલશે

કોરોનાનો કહેરઃ મુંબઇમાં આજથી ૫૦% બજાર બંધ

મુંબઈ, તા.૧૯: મુંબઈમાં આજથી ૫૦ ટકા બજાર બંધ રહેશે, એટલે કે એક દિવસમાં એક બજાર બંધ રહેશે તો બીજા જિવસે કોઈ અન્ય બજાર. જેમાં શોપિંગ સેન્ટર, નાની દુકાન સામેલ છે. આ નિર્ણય મુંબઈના રસ્તા પર ભીજ ઓછી કરવા માટે લેવામાં આવ્યોછે. જેમાં રસ્તા પર લોકોની ભીડ ૫૦ ટકા રહી જશે. પબ્લિક ટ્રાન્સપોર્ટ ટ્રેનો અને બસોમાં યાત્રીની ક્ષમતા ઓછી કરવામાં આવી છે. ૫૦ ટકા લોકો પ્રમાણે મુંબઈમાં બસ અને ટ્રેન ચાલશે.

જોકે બીએમસીએ બજાર ખોલવા પર એક સકર્યુલર પર કામ કરી રહી છે. જેમાં એ નક્કી કરવામાં આવશે કયા રસ્તા પર કઈ બજાર, દુકાન, સેન્ટર બંધ રાખવામાં આવશે. જે અનુસાર કેટલીક દુકાનો સવાર તો કેટલીક બપોર સુધી ખુલી રહેશે. કોરોનાથી બચવા માટે મહારાષ્ટ્ર સરકાર ખૂબ જ સતર્ક છે.

સ્કૂલ-કોલેજ, જિમ, સ્વીમિંગ પૂલ, સિનેમા હોલ બંધ કરવામાં આવ્યા છે. પબ, ડિસ્કોથેકસ, ડાન્સબાર, લાઈવ ઓર્કેસ્ટ્રા બાર અને ડીજે મ્યૂઝિક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મુંબઈમાં સાર્વજનિક જગ્યા પર થૂકવા પર એક હજાર રૂપિયાનો દંડ લાગશે. ઓફિસમાં ૫૦ ટકા કર્મચારીઓને વક્ર ફ્રોમ હોમનો આદેશ આપવામાં આવ્યા છે.

સરકારી ઓફિસોમાં પણ ૫૦ ટકા કર્મચારીઓને કામ કરવા માટે કહેવામાં આવ્યું છે. નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા એટલે કે NRAI અંતર્ગત આવતી મુંબઈની રેસ્ટોરન્ટો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યા છે.

શાકભાજી, ફળ અને અનાજ સપ્લાઈ કરનારી APMC સપ્તાહમાં બે દિવસ બંધ રહેશે, તમામ પર્યટન સ્થલ બંધ કરવામાં આવ્યા છે. મુંબઈમાં હાલમાં આ તમામ આદેશ ૩૧ માર્ચ સુધી લાગુ રહેશે.

તમને જણાવીએ કે, દેશમાં કોરોના સંક્રમણના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં આવ્યા છે. જેમાં કોરોનાથી એક વૃદ્ઘનું મોત થયું છે. જેના કારણે મહારાષ્ટ્ર સરકાર દરેક પ્રકારની સાવચેતી રાખી રહી છે.

(10:21 am IST)