Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

કોરોનાઃ અખાતનાં દેશોથી પરત આવશે ૨૬૦૦૦ ભારતીયોઃ મુંબઇમાં રાખવાની તૈયારી

યુએઇ, ઓમાન, કુવૈત અને કતારમાં નોકરી કરે છે ભારતીયો : આજથી ૩૧મી સુધી ફલાઇટ મુંબઇ એરપોર્ટ પર ઉતરશે

મુંબઇ, તા.૧૯: દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા ૧૫૦થી વધારે થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯ના સૌથી વધારે ૪૫ દર્દીઓ મળ્યા છે. આ વચ્ચે મુંબઈ નગરપાલિકા તેવા ૨૬,૦૦૦ લોકોના રોકાવાની વ્યવસ્થા કરવામાં લાગેલી છે જે ૧૯મી માર્ચથી ૩૧મી માર્ચ સુધી સંયુકત અરબ અમીરાત (યુએઈ), કુવૈત અને ઓમાન જેવા ખાડીના દેશમાંથી પાછા આવવાના છે.

બૃહદમુંબઈ મહાનગર પાલિકા (બીએમસી) મુજબ, આ દેશોમાંથી રોજની ૨૩ ફ્લાઈટ મુંબઈ પહોંચે છે. કેન્દ્ર સરકારના આદેશો અનુસાર, યુએઈ, કુવૈત, કતાર અને ઓમાનથી આવનારા પેસેન્જરોને ૧૪ દિવસો સુધી કવોરન્ટાઈનમાં રાખવા જરૂરી છે. આ આદેશ ૧૮ માર્ચથી લાગુ થયો છે.

દુબઈથી મહારાષ્ટ્રમાં આવનારા ૧૫ લોકોમાં કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટિ થઈ ચૂકી છે, આથી બીએમસીએ પવઈમાં એક નવનિર્મિત ટ્રેનિંગ સેન્ટરને કવોરન્ટાઈન સેન્ટરમાં બદલ્યું છે. આ ઉપરાંત, મરોલમાં સેવન હિલ્સ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડની વ્યવસ્થા છે. પવઈવાળા કવોરન્ટાઈન સેન્ટરમાં ઘણા કોન્ફરન્સ રૂમ છે, જયાં બેડ લગાવી દેવામાં આવ્યા છે અને હજુ ઘણી જગ્યા બચી છે. નગરપાલિકાના અધિકારીઓએ તેની જાણકારી આપી.

ખાડી દેશોથી આવનારા મોટાભાગના ભારતીયો આ મહિનાના અંત સુધી પહોંચશે. અધિકારીઓ મુજબ, તેમાંથી મોટાભાગના મધ્ય પૂર્વના દેશોમાં મોટા પદો પર કામ કરે છે. યોજના છે કે તેવા લોકોને શ્રેણીમાં વહેંચી દેવામાં આવશે. જે લોકો સ્વસ્થ હશે અને જેમનું મુંબઈમાં ઘર હશે. તેમને જવા દેવામાં આવશે. તેમને પોત-પોતાના ઘરોમાં પોતાને અન્યથી અલગ રાખવા પડશે.

જે લોકો પુણે, નાસિક જેવા મુંબઈના નજીકવા વિસ્તારથી હશે અને તેમનામાં સંક્રમણની આશંકા ઓછી હશે તેમને પણ દ્યરે જવા દેવામાં આવશે. જોકે તેમને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા દેવામાં નહીં આવે. તેમને પ્રાઈવેટ વાહનોથી જ પોતાના ઘરે જવાની અનુમતિ અપાશે.

જે લોકો મુંબઈના દૂરથી વિસ્તારોથી હશે, તેમને પવઈ અથવા સેવન હિલ્સ હોસ્પિટલ સ્થિત કવોરન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવશે. મુંબઈ પહોંચનારા દરેક વ્યકિતના હાથમાં મહોર મારી દેવામાં આવશે અને તેમને દેશના અન્ય ભાગમાં જવા ફ્લાઈટ લેવાની અનુમતિ આપવામાં નહીં આવે.

જેમાં કોવિડ-૧૯ના લક્ષણો દેખાશે, તેમની તપાસ કરવામાં આવશે. જયારે વડીલોને કવોરન્ટાઈન સેન્ટરમાં તરત જ મોકલી દેવામાં આવશે. બીએમસી બુધવારે વાહનોની વ્યવસ્થામાં લાગી ગઈ છે, જેના દ્વારા લોકોને એરપોર્ટથી આઈસોલેશન વોર્ડ સુધી લઈ જવામાં આવશે.

(10:19 am IST)