Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

કોરોનાને કારણે ભારતીય શેર બજાર બંધ થવાની ભીતિ !

ફક્ત શોર્ટ સેલિંગને બેન કરાયું તો બજારમાં કોહરામ મચશે: આખા બજારને બંધ કરવું જરૂરી : નિષ્ણાતોનો મત

નવી દિલ્હી: કોરોના વાયરસને કહેર શેરબજારમાં પણ જોવા મળે છે ગ્લોબલ માર્કેટથી લઈને ડોમેસ્ટિક માર્કેટ સુધીમાં શેરબજારોમાં કોરોનાનો આતંક છવાયેલો છે. ગત મહિને ગ્લોબલ માર્કેટ લગભગ 20 ટકા તૂટી ચૂક્યા છે. ડોમેસ્ટિક બજારોમાં પણ 25 ટકા સુધીનો કડાકો થયો હતો. દેશભરમાં કોરોનાથી બચવા માટે સુરક્ષાના પગલાં લેવાનું કહેવાય છે સરકારી મહકમોથી માડીને પ્રાઈવેટ સેક્ટરોમાં વર્ક ફ્રોમ હોમની રણનીતિ જોવા મળી રહી છે. હવે શેરબજાર ઉપર પણ તેનું જોખમ તોળાઈ રહ્યું છે. એવી માગણી ઉઠી રહી છે કે ઘરેલુ શેર બજારોને પણ કોરોના વાઈરસથી બચવા માટે બંધ કરવા જોઈએ. જો કે આ ફક્ત સૂચન છે, તેના પર અંતિમ નિર્ણય એક્સચેન્જ અને SEBIએ લેવાનો છે. 

  માર્કેટ એક્સપર્ટ અને જે એમ ફાઈનાન્શિયલના આશુ મદાનનું માનવું છે કે બજારમાં હાલ શોર્ટ સેલિંગ પર લગામ લગાવવું પુરતું નથી. કોરોનાના જોખમને જોતા જો ફક્ત શોર્ટ સેલિંગને બેન કરાયું તો બજારમાં કોહરામ મચશે. હાલત બદતર થઈ શકે છે. આથી આખા બજારને બંધ કરવું જોઈએ. પૈસા કમાવવા જરૂરી નથી,  લોકોને સુરક્ષિત રાખવાની જરૂરિયાત છે. કારણ કે બ્રોકિંગ હાઉસ કે ફર્મમાં જો એક કે બે વ્યક્તિ પણ આ વાયરસથી સંક્રમિત થાય તો જોખમ વધી શકે છે. 

  આશુ મદાનનું માનવું છે કે બજારમાં કમાણીના અનેક મોકા મળશે. દેશભરમાં વર્ક ફ્રોમ હોમ પોસિબલ છે, પરંતુ બ્રોકિંગમાં ન કોઈ ઈન્ફ્રા છે કે ન તો એવી કોઈ ટેક્નોલોજી કે તમે વર્ક ફ્રોમ કરી શકો. આથી જરૂરી છે કે એક્સચેન્જને જ સંપૂર્ણ રીતે બંધ કરી દેવું જોઈએ. ઝી બિઝનેસના મેનેજિંગ એડિટર અનિલ સિંઘવીનું પણ માનવું છે કે જો લોકો સુરક્ષિત રહેશે તો બજારમાં કમાણીની અનેક તકો આવનારા સમયમાં પણ મળશે. 

(12:00 am IST)