Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

કોરોના વાયરસનો દહેશત : ભારતીય સેનાએ રદ કરી બધી રજાઓ: એલર્ટ પર મેડિકલ સ્ટાફ

યુદ્ધાભ્યાસ અને કોન્ફ્રરન્સને આગામી આદેશ સુધી સ્થગિત

નવી દિલ્હી : ભારતીય સેનાએ કોરોના વાયરસને લઈને પોતાના બધા કમાન માટે એડવાઇઝરી જાહેર કરી છે. આ એડવાઇઝરી મુજબ યુદ્ધાભ્યાસ અને કોન્ફ્રરન્સને આગામી આદેશ સુધી સ્થગિત કરી દેવાઈ છે વર્તમાન પરિસ્થિતિઓને જોતા બધા પ્રકારના અભ્યાસ સ્થગતિ કે રદ કરી દીધા છે

ભારતીય સેનાની એડવાઇઝરી પ્રમાણે રજા આપનાર અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે તે સ્થિતિમાં સુધારો થયા સુધી ફક્ત જરુરિયાત હોય તો જ રજા આપે. એડવાઇઝરી પ્રમાણે રજાથી પરત ફરેલા ખાસ કરીને કોરોના વાયરસથી વધારે પ્રભાવિત કે સંભવિત રુપથી આંતરરાષ્ટ્રીય યાત્રા ઇતિહાસ વાળા વ્યક્તિઓના સંપર્કમાં રહેનાર ટુકડીઓની સ્ક્રિનિંગ કરવામાં આવે અને તેમને યૂનિટમાં આવવા પર ક્વારંટાઇન કરવામાં આવી શકે છે. .

(1:21 am IST)