Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

પૂર્વ CJI રંજન ગોગોઈના રાજ્યસભાના સભ્ય તરીકે શપથના પહેલા તેના નોમિનેટને સુપ્રીમકોર્ટમાં પડકાર

ન્યાયતંત્રમાંથી લોકોનો વિશ્વાસ ઉડી જશે,અને ન્યાયતંત્રની સ્વતંતતા ઉપર પ્રશ્નાર્થ સર્જાશે

નવી દિલ્હી : ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ આવતીકાલે સવારે 11 વાગ્યે રાજ્યસભામાં શપથ લેવાના છે,તે પહેલા મધુ પૂર્ણિમા કિસ્તવરે શ્રી ગોગોઈની ઉમેદવારી પડકારતી રિટ પિટિશન સુપ્રીમકોર્ટમાં કરી છે,તેમણે અરજીમાં કહ્યું છે કે ન્યાયતંત્રમાંથી લોકોનો વિશ્વાસ ઉડી જશે,અને ન્યાયતંત્રની સ્વતંતતા ઉપર પ્રશ્નાર્થ સર્જાશે

મધુ કિશ્વરે કોઈ કાનૂની પ્રતિનિધિ વિના અરજી કરી છે કે બંધારણનો મૂળ આધાર 'ન્યાયતંત્રની સ્વતંત્રતા' છે અને તે લોકશાહીનો આધારસ્તંભ માનવામાં આવે છે.

અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે દેશના નાગરિકોનો વિશ્વાસ ન્યાયતંત્રની તાકાત છે. આવા કોઈપણ કૃત્ય જે ન્યાયતંત્રની સ્વતંત્રતાને વિપરીત અસર કરે છે, હાલમાં જ્યારે પૂર્વ ચીફ જસ્ટિસને રાજ્યસભામાં નિયુક્ત કરવામાં આવ્યા છે, તે ન્યાયતંત્રની સ્વતંત્રતા માટે આંચકો છે.

(12:10 am IST)