Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

ચીન બતાવશે પાકિસ્તાનને કોરોનાથી બચવાનો રસ્તોઃ બન્ને વચ્ચે નજદીકીપણુ વધ્યું

         કોરોનાનો ખતરો અને તેની સામે ઝજુમી રહેલી પુરી દુનિયાની ચિંતાઓ વચ્ચે ચીની પ્રધાનમંત્રી લી કિવંગ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરીફ અલ્ીની મુલાકાત બન્ને દેશો માટે મહત્વપૂર્ણ બની રહેશે. કોરોનાને લઇ એક બીજાને મદદની વાત તો થઇ જ. આ દરમ્યાન  પાકિસ્તાનની  ઘણી પરિયોજનાઓમા ચીનની મદદનો મામલો સૌથી ખાસ રહ્યો.

         ખાસ કરી ચીન-પાકિસ્તાન  ઇકોનોમીક  કોરીડોર અને ઔદ્યોગિક પાર્કો ઉપરાંત ટિડડીયોની ભીષણ સમસ્યા નિપટાવવામા ચીની મદદ અને સહયોગનો મુદો ચીનના પ્રધાનમંત્રીએ  કોરોના જેવી ખતરકનાક વાયરસના સકટ દરમ્યાન પાકિસ્તાનના મજબૂત સહયોગની ચર્ચા કરી. અને આ વાતની પ્રશંસા કરી કે જયારે આખી દુનિયા ચીનથી અલગ અલગ થઇ રહી છે એવામાં પાકિસ્તાનએ લગાતાર એને સાથ આપ્યો છે. 

(11:32 pm IST)